Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિન્દ ઉપર અફઘાનની ચડાઈ
૩૨૧ માટે ઘણુંખરું ધર્મને સંડોવવામાં આવે છે. પરંતુ એ સાચું નથી. કઈ કઈ વાર એવાં કૃત્ય માટે ધર્મનું આડું આગળ કરવામાં આવતું હતું એ ખરું, પરંતુ એનાં સાચાં કારણે તે રાજકીય અથવા સામાજિક હતાં. મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો તે પહેલાં ઘણા લાંબા કાળથી હિંદ ઉપર હુમલો કરતા આવેલા આ મધ્ય એશિયાના લેકે તેમના પિતાના વતનમાં પણ ક્રૂર અને ઝનૂની હતા. નવો દેશ જીત્યા પછી તેને પિતાના કાબૂ નીચે રાખવાને ત્રાસ વર્તાવવાનો એક જ ઉપાય તેઓ જાણતા હતા.
આપણે જોઈએ છીએ કે ધીમે ધીમે હિંદુસ્તાને આ ઝનૂની દ્ધાઓને ઠંડા પાડીને સભ્ય બનાવ્યા. ધીમે ધીમે તેમને પણ પિતે પરદેશી વિજેતા નહિ પણ હિંદીઓ છે એમ લાગવા માંડયું. આ દેશની સ્ત્રીઓ સાથે તેઓ લગ્ન કરતા થયા અને પરિણામે વિજેતા તથા જિતાયેલાને ભેદ ધીમે ધીમે ઓછે થતો ગયે.
| તને એ જાણીને ગમ્મત પડશે કે, ઉત્તર હિંદને સાથી માટે સંહારક અને “બુતપરસ્તે એની સામે જે ઈરલામને પુરસ્કર્તા લેખાતો હતે તે મહમૂદ ગઝની પાસે એક હિંદુ સૈન્ય પણ હતું અને તિલક નામને તેને સ્નાપતિ હતા. તિલક તથા તેના સૈન્યને તે પિતાની સાથે ગઝની લઈ ગયે અને બળવાખોર મુસલમાનોને દબાવી દેવામાં મહમૂદ ગઝનીએ તેને ઉપયોગ કર્યો હતો. આ ઉપરથી તને સમજાશે કે મુલકે છતવા એ જ મહમૂદને હેતુ હતો. હિંદમાં, તેના મુસલમાન સૈનિકોની મદદથી તે “બુતપરસ્ત’ની કતલ કરવા તત્પર હત; મધ્ય એશિયામાં, તેના હિંદુ સૈનિકોની સહાયથી મુસલમાનોની કતલ કરવાને પણ તે એટલે જ ઉત્સુક હતે.
ઈસ્લામે હિંદને હચમચાવી મૂક્યું. બિલકુલ અપ્રગતિશીલ થતા જતા સમાજમાં તેણે પ્રગતિ માટે ચેતન અને પ્રેરણા દાખલ કર્યા. નિપ્રાણ અને વિકૃત થઈ ગયેલી તથા પુનરુક્તિ અને વિગતેના ભારથી જડ થઈ ગયેલી હિંદુ કળાની ઉત્તરમાં ઉન્નતિ થવા લાગી. હવે નવી જ જાતની કળાને ઉદય થયો. એ કળા ચેતન અને શક્તિથી ભરપૂર હતી. એને હિંદુ-મુસ્લિમ કળા કહી શકાય. હિંદના જૂના શિલ્પીઓએ મુસલમાનના નવીન વિચારમાંથી પ્રેરણું મેળવી. ઈસ્લામ તથા જીવન પ્રત્યેની તેની સરલ દૃષ્ટિની તે સમયના સ્થાપત્ય ઉપર અસર પડી અને તેણે તેની રચનામાં સાદાઈ અને ભવ્યતા ફરી પાછાં દાખલ કર્યા.