Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિદ ઉપર અફઘાનેની ચડાઈ ૩૫૯ સમયમાં ઇસ્લામીઓ અને ખ્રિસ્તીઓ પ્રભુત્વ મેળવવા માટે લડી રહ્યા હતા ત્યારે અહીં આગળ શું બની રહ્યું હતું ?
મધ્યયુગના આરંભના સમયના હિંદની તે આપણે આગળ ઝાંખી કરી ગયાં છીએ. હિંદના વાયવ્ય ખૂણામાં આવેલા ગઝનીમાંથી ઉત્તર હિંદનાં રસાળ મેદાનમાં તૂટી પડતા તથા લૂંટફાટ અને સંહાર કરતા મહમૂદને પણ આપણે જોઈ ગયાં. મહમૂદની ચડાઈએ જેકે અતિશય ભયંકર હતી, પણ તેની હિંદ ઉપર કશી ભારે કે કાયમી અસર ન થઈ. એ ચડાઈઓએ દેશને – ખાસ કરીને ઉત્તર હિંદને— હચમચાવી મૂક્યો અને સુંદર સુંદર અનેક સ્મારક તથા ઇમારતને તેણે નાશ કર્યો. પરંતુ ગઝનીના સામ્રાજ્યમાં તે માત્ર સિંધ અને પંજાબને થોડે ભાગ જ રહ્યો. ઉત્તરના બાકીના પ્રદેશો તરત જ તેમાંથી મુક્ત થઈ ગયા અને દક્ષિણ હિંદ તથા બંગાળ તો તેનાથી અસ્કૃષ્ટ જ રહ્યાં હતાં. મહમૂદ પછી દે કે તેથી પણ વધારે વરસ સુધી ઇસ્લામ કે મુસલમાનોના આક્રમણે હિંદમાં ઝાઝી પ્રગતિ ન કરી.
બારમી સદીના અંતમાં, એટલે કે, ૧૧૮૬ની સાલના અરસામાં વાયવ્ય ખૂણામાંથી હિંદ ઉપર ચડાઈનું નવું માં આવ્યું. અફઘાનિસ્તાનમાં એક અફઘાન સરદાર જાગ્યું હતું. તેણે ગઝની જીતી લીધું અને તેના સામ્રાજ્યનો અંત આણ્યો. તેનું નામ શાહબુદ્દીન ઘેરી (અફઘાનિસ્તાનના ધર નામના એક નાનકડા કસબાને રહેવાશી) હતું. તેણે આવીને લાહોર જીતી લીધું અને પછી દિલ્હી તરફ કૂચ કરી. પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હીના રાજા હતું. તેની આગેવાની નીચે ઉત્તર હિંદના ઘણા રાજાઓ એ હુમલાખોરની સામે લડ્યા અને તેને સખત હાર આપી. પરંતુ એ હાર ઘેડા દિવસ માટે જ હતી. બીજે વરસે શાહબુદ્દીન મોટું સૈન્ય લઈને પાછો આવ્યું અને આ વખતે તેણે પૃથ્વીરાજને હરાવી મારી નાખ્યો.
પૃથ્વીરાજની યાદ આજે પણ શૂરવીર યુદ્ધ તરીકે કાયમ છે, અને તેને વિષે ઘણી લેકકથાઓ અને લેકગીતે પ્રચલિત છે. એમાં, કાજના રાજા જયચંદ્રની પુત્રીનું તેણે હરણ કર્યું હતું તેની વાત સેથી વધારે પ્રસિદ્ધ છે. પરંતુ સંયુક્તાનું હરણ પૃથ્વીરાજને બહુ ભારે પડી ગયું. એથી કરીને તેણે પોતાના સૈથી બહાર સાથીઓને જાનથી ખાયા અને એક બળવાન રાજાની દુશ્મનાવટ વહોરી લીધી. એ વસ્તુઓ આંતરિક ઝઘડાઓ અને માંહોમાંહે ફાટફૂટનાં બીજ વાવ્યાં અને એ રીતે હુમલે કરનારને વિજય સુગમ કરી મૂક્યો.