Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
યુરેપનાં શહેરના ઉદય
૩૫૭
નહિ જેવી જ નવરાશ મળે છે. વળી તેમના જમીનદારાની સામે થવાની તેમની હિંમત ચાલતી નથી. શહેરેમાં માણસા મેટી સખ્યામાં સાથે રહે છે. ત્યાં આગળ તેમને વધારે સુધરેલું જીવન જીવવાની, ભણતરની, ચર્ચા તથા ટીકા કરવાની અને વિચાર કરવાની તક મળે છે.
આમ, ચૂડલ ઉમરાવેાની રાજકીય સત્તા તથા ચર્ચની આધ્યાત્મિક સત્તાની સામે થઈને પણ સ્વતંત્રતાની ભાવના વિકસે છે. શ્રદ્દાને યુગ આથમે છે અને સંશયના યુગના આરંભ થાય છે. હવે પેપ તથા ચની આજ્ઞાનું હમેશાં અંધ પાલન નથી થતું. સમ્રાટ બ્રેડરિક પોપ સાથે કેવી રીતે વર્ત્યા હતા તે આપણે જોઈ ગયાં છીએ. સામને કરવાની આ ભાવનાનો વિકાસ થતા આપણે આગળ ઉપર જોઈશું.
બારમી સદી પછી ત્યાં આગળ વિદ્યાના પણ ફરી વિકાસ થવા માંડ્યો. યુરેપના ભણેલા-ગણેલા લોકેાની ભાષા લૅટિન હતી અને માણસા વિદ્યાની શોધમાં એક વિદ્યાપીથી બીજી વિદ્યાપીમાં જતા. ઇટાલીનાં મહાકવિ દાન્તે ૧૨૬૫ની સાલમાં જન્મ્યા હતા. ઇટાલીનેા ખીન્ને મહાન કવિ પેટ્રાક ૧૩૦૪ની સાલમાં જન્મ્યા હતા. એ પછી થોડા જ વખત બાદ ઇંગ્લેંડના મહાન કવિએમાંને સાથી પ્રાચીન, કવિ ચૌસર ઈંગ્લેંડમાં થઈ ગયા.
પરંતુ વિદ્યાની પુનર્જીતિ કરતાં પણ વિશેષ આનંદની વાત તે એ છે કે, યુરોપમાં આપછીનાં વરસામાં જેને સારી પેઠે વિકાસ થવાના હતા તે વૈજ્ઞાનિક ભાવનાને સ્વલ્પ આરંભ થઈ ચૂકયો હતા. આરબ લોકેામાં આ ભાવના હતી અને કંઈક અંશે તેમણે તે ભાવનાને અનુસરીને કાર્ય કર્યું હતું, એમ મેં તને કહ્યું હતું એ તને યાદ હશે. આ રીતે બધનમુક્ત ચિત્તથી અન્વેષણ કરવાની તથા પ્રયાગ કરવાની ભાવના મધ્યયુગ દરમ્યાન યુરેાપમાં ટકવી મુશ્કેલ. હતી. કેમકે ચર્ચ એ સહન કરે એમ નહેતું. પરંતુ ચર્ચની ઉપરવટ થઈને પણ એ ભાવના પ્રગટ થવા માંડે છે. રાજર્ એકન, યુરોપમાં આ સમયે વૈજ્ઞાનિક ભાવના ધરાવનાર પહેલવહેલા પુરુષોમાંના એક હતા. તે આક્સમાં તેરમી સદીમાં થઈ ગયા.