Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૩૫
જગતના ઇતિહાસનુ` રેખાદર્શન
તે જેર કરવા માગતો હતો. પોતાના બચાવ કરવા માટે આ શહેરેએ મોટા મેટા વેપારી સધી તથા મડળ બનાવ્યાં. કેટલીક વાર આ સધ અથવા મંડળેા ઉમવાના એવા સધે! સામે યુદ્ધમાં ઊતરતાં. હેમ્બર્ગ, પ્રેમન, કાલેન, ફ્રેંક, મ્યુનિક, ડેન્કિંગ, ન્યુરેમ્બર્ગ અને બ્રેસ્સો વગેરે જનીનાં વિકસતાં શહેરે હતાં.
આજે હાલૅન્ડ અને બેલ્જિયમનાં જુદાં જુદાં નામોથી ઓળખાતા નેધરલૅન્ડ્ઝમાં — આન્ટવર્પ, બ્રેગેસ અને ઈંટ વગેરે શહેરો હતાં. એ બધાં વેપારી શહેરા હતાં. અને તેમના વેપારરાજગાર ઉત્તરેત્તર વધતો જ જતા હતા. ઇંગ્લેંડમાં પણ અલબત લંડન શહેર હતું પરંતુ તે સમયે એ યુરોપ ખંડનાં ખીજા મહત્ત્વનાં શહેરેની સાથે કદ, સંપત્તિ કે વેપારરોજગારમાં સ્પર્ધા કરી શકે એમ નહોતું. આસ તથા કેમ્બ્રિજની વિદ્યાપીઠોનું વિદ્યાનાં ધામા તરીકે મહત્ત્વ વધતું જતું હતું. પૂર્વ યુરોપમાં વિયેના શહેર હતું. એ યુરોપનાં સૌથી પુરાણાં શહેરમાંનું એક હતું. અને રશિયામાં મૌકા, કીવ તથા વગોરાડ શહેર હતાં.
આ નવાં શહેરો અથવા એમાંનાં ઘણાંખરાં પુરાણી શૈલીનાં સામ્રાજ્યનાં પાટનગરોધી ભિન્ન હતાં. યુરેપનાં આ ઊગતાં શહેરનું મહત્ત્વ કાઈ સમ્રાટ કે રાજાને લીધે નહિ પણ વેપારરોજગાર ઉપર તેમણે મેળવેલા કાબૂને લીધે હતું. એથી કરીને તેમના બળને આધાર અમીરઉમરાવા ઉપર નહિ પણ વેપારી વર્ગ ઉપર હતા. એ બધાં વેપારી શહેર હતાં. એથી શહેરના ઉદય એટલે કે બૂઝવા એટલે કે ભદ્રલોકનો અથવા તો મધ્યમ વર્ગને ઉદય. આપણે આગળ ઉપર જોઈશું કે આ ભદ્રલોકાનું અથવા તો મધ્યમ વર્ગનું બળ ઉત્તરોત્તર વધતું જ ગયું. તે એટલે સુધી કે રાજા અને અમીરઉમરાવેાનો તેમણે સફળતાપૂર્વક સામા કર્યાં અને તેમની પાસેથી સત્તા ખૂંચવી લીધી. પરંતુ એ તે જે સમયની આપણે વાત કરી રહ્યાં છીએ ત્યાર પછી ઘણુ લાંખે કાળે બનવાનું હતું.
હું હમણાં જ કહી ગયા કે શહેર અને સુધારો સહગામી છે. નગરના વિકાસ સાથે વિદ્યાના તેમ જ વતંત્રતાની ભાવનાના પણુ વિકાસ થાય છે. ગ્રામવિસ્તારમાં વસતા લકા વિખરાયેલા હોય છે અને ઘણુંખરું તે વહેમી હોય છે. પંચ મહાભૂતોની દયા ઉપર જ તે જીવતા જણાય છે. તેમને સખત મજૂરી કરવી પડે છે અને