Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૬૫
હિન્દુ ઉપર અફધાનેાની ચડાઈ
૨૩ જૂન, ૧૯૩૨
તારા પરના મારા ગઈ કાલના પત્રમાં ખલેલ પડી. હું લખવા ખેઠો ત્યારે જેલ અને મારી આસપાસની અહીંની પરિસ્થિતિ હું ભૂલી ગયા અને વિચારની ગતિથી કરી પાળે મધ્યયુગની દુનિયામાં પહોંચી ગયા. પરંતુ એથીયે વિરત ગતિથી મને ફરીથી વર્તમાનમાં લાવવામાં આવ્યો અને હું જેલમાં છું એનું મને કઇક દુઃખદ સ્મરણુ કરાવવામાં આવ્યું. મને કહેવામાં આવ્યું કે, મમ્મી અને દાદીજીની મુલાકાત એક માસ સુધી બંધ કરવાના ઉપરથી હુકમ આવ્યો છે. એમ શાથી, તે મને કહેવામાં ન આવ્યું. કેદીઓને વળી શાને કહેવું ? દશ દિવસથી તેએ! દેહરાદૂન આવ્યાં છે અને બીજી મુલાકાતના દિવસની રાહ જોતાં શકાયાં છે. પરંતુ હવે તેમનું રોકાવું નિરક છે અને તેમણે પાછા કરવું રહ્યુ. આપણા પ્રત્યે દર્શાવવામાં આવતા વિનય આવે હોય છે. ખેર, પણ આપણે એની પરવા ન કરવી જોઈ એ. એ તે રાજની વાત છે અને આખરે તો જેલ તે જેલ અને આપણે એ હકીકત ભૂલવી ન જોઈ એ,
આવા કડવા અનુભવ પછી વર્તમાનને છેડીને ફરી પાછા ભૂતકાળમાં જવાનું મારે માટે શક્ય નહતું. પરંતુ રાતભરના આરામ પછી આજે હું કઈંક સ્વસ્થ થયા છું એટલે હું ફરી પાછી નવેસરથી શરૂઆત કરું છું.
હવે આપણે પાછાં હિંદ આવીશું. આ દેશથી આપણે ઘણા લાંખા સમય દૂર રહ્યાં. જ્યારે મધ્યયુગના અંધકારમાંથી બહાર નીકળવા માટે યુરોપ મથી રહ્યું હતું; જ્યારે ત્યાં પ્રવતાં અંધેર, અવ્યવસ્થા અને કુશાસન તથા ચૂડલ પ્રથાના બેજા નીચે ત્યાંની જનતા કચરાઈ રહી હતી; જ્યારે સમ્રાટ અને પાપ એકબીજા સાથે લડતા હતા અને યુરોપના જુદા જુદા દેશોનું ઘડતર થઈ રહ્યું હતું; જ્યારે ક્રુઝેડાના * ઇન્દિરાનાં દાદી સ્વરૂપરાણી નેહરુ