Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
યુરોપનાં શહેરોને ઉદય
૨૧ જૂન, ૧૯૩૨ ડેને સમય એ યુરેપમાં ભારે શ્રદ્ધાને – સર્વસાધારણુ આકાંક્ષા અને શ્રદ્ધાને જમાને હતે. અને જનતા પિતાનાં રોજનાં દુઃખમાંથી આ આશા અને શ્રદ્ધા દ્વારા સમાધાન શોધવા મથતી. એ સમયે ત્યાં વિજ્ઞાનનો ઉદય નહેતે થે અને વિદ્યાનું પ્રમાણ પણ બહુ જૂજ હતું; કેમકે, શ્રદ્ધા, વિજ્ઞાન અને વિદ્યા એ ત્રણે એક સાથે સહેજે ચાલી શકતાં નથી. વિદ્યા અને વિજ્ઞાન કેને વિચાર કરવા પ્રેરે છે અને સંશય તથા જિજ્ઞાસા કે કુતૂહલ એ શ્રદ્ધાને માટે બહુ પરા ભેરુઓ છે. વળી, પ્રયાગ અને શેધખોળ એ વિજ્ઞાનને માર્ગ છે; શ્રદ્ધાને એ રસ્તે નથી. આ શ્રદ્ધા કેવી રીતે ક્ષીણ થઈ અને તેને સ્થાને સંશયને ઉદય કેવી રીતે થયું તે આપણે આગળ ઉપર જોઈશું આ પરંતુ જે સમયની આપણે વાત કરીએ છીએ ત્યારે યુરોપમાં શ્રદ્ધાનું પ્રભુત્વ હતું અને રેમન ચર્ચે “શ્રદ્ધાળુઓનું નેતૃત્વ લીધું હતું. ઘણી વાર તે તેમની ધર્મશ્રદ્ધાને ગેરલાભ પણ લેતું. એવા
શ્રદ્ધાળુ એને હજારોની સંખ્યામાં ક્રમાં લડવા માટે પેલેસ્ટાઈન મોકલવામાં આવ્યા હતા અને તેઓ ત્યાંથી કદીયે પાછા ન ફર્યા. જેઓ હરેક બાબતમાં તેને વશ વર્તતા નહિ એવા યુરોપના ખ્રિસ્તી લેકે અથવા તે ખ્રિસ્તી સમુદાય સામે પણ પિપે ઝેડ પોકારવાનું શરૂ કર્યું. વળી, “ડિસ્પેન્સેશન” અને “ઇન્ડસ્જન્સ” બહાર પાડીને અને ઘણી વાર તે તેમનું વેચાણ કરીને પિપ તથા ચર્ચો એ ધર્મશ્રદ્ધાને ગેરલાભ પણ લીધે. “ડિસ્પેન્સેશન' એ ચર્ચના અમુક નિયમ અથવા તો રિવાજને ભંગ કરવાની પરવાનગી હતી. આ રીતે જે નિયમે ચચે ઘડ્યા હતા તેને જ અમુક ખાસ દાખલાઓમાં ભંગ કરવાની તેણે પરવાનગી આપવા માંડી. આવા કિંમત આપીને તેડી શકાય તેવા નિયમો પ્રત્યે આદરભાવ ભાગ્યે જ લાંબા વખત સુધી ટકી શકે. “ઈન્ડજન્સ' તે વળી એથીયે બૂરી વસ્તુ હતી. રેમન ચર્ચની માન્યતા મુજબ મરણ