Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું' રેખાદર્શન
તું સૈા દેશમાં આગળ વધેલા અમેરિકામાં જાય તો તને માલૂમ પડશે કે ત્યાં આગળ પણ ધર્મ એ લેાકાના શોષણ ઉપર નભતો એક મોટા ધંધા છે.
૩૫૨
મધ્યયુગ તથા બ્રહ્માના યુગથી હું બહુ આગળ નીકળી ગયો છું. હવે આપણે એ યુગ તરફ પાછા વળવું જોઇ એ. એ યુગમાં આ શ્રહ્મા પ્રકટ અને સર્જક સ્વરૂપ ધારણ કરતી આપણને માલૂમ પડે છે. અગિયારમી બારમી સદીએના કાળ મોટાં મેટાં બાંધકામનો જમાનો હતા અને એ સમય દરમ્યાન આખા પશ્ચિમ યુરોપમાં ઠેકઠેકાણે મોટાં મોટાં દેવળે ઊભાં થયાં હતાં. પહેલાં યુરોપે કદી નહિ ભળેલા એવા નવીન પ્રકારના સ્થાપત્યનો ઉદ્ભવ થાય છે. ચતુરાઈભરી હિકમતથી વજનદાર છાપરાંઓનો ભાર અને બાણ મકાનની બહાર મોટા મોટા ટેકા ઉપર ખેંચી લેવામાં આવતાં હતાં.. આથી અંદરની બાજુ છાપરાને એ બધા ખાળે નાજુક થાંભલાને ઝીલતા જોઈ તે આપણે તાજુબ થઈએ છીએ. વળી એ દેવળેમાં અરબી સ્થાપત્ય ઉપરથી ચે:જેલી અણિયાળી કમાનો હોય છે. આખા મકાનને ઉપલે ભાગે ગગનસુબી અણીદાર શિખર હેાય છે. યુરોપમાં વિકસેલી સ્થાપત્યની આ શૈલી ગાથિક શૈલી કહેવાય છે. એમાં અદ્ભુત સાંધ્યું હતું અને તે દ્વારા ગગનગાની શ્રદ્દા તથા આકાંક્ષા પ્રગટ થતાં હોય એમ લાગતું હતું. આ ગાથિક રચનાનાં દેવળા સાચે જ શ્રદ્ધાના યુગનું વાસ્તવિક દર્શન કરાવે છે, જેમને પોતાના કામ ઉપર પ્રેમ હેાય તથા મહાન કાર્ય માં જે પરસ્પર સહકાર સાધી શકતા હોય એવા શિલ્પી કારીગરો જ આવી ઇમારત ચણી શકે.
પશ્ચિમ યુગપમાં થયેલા ગૌર્થિક સ્થાપત્યના ઉદય એ એક આશ્ચર્યકારક ઘટના છે. અંધાધૂંધી, અરાજક; અજ્ઞાન અને અર્રાહષ્ણુતાના અધેરમાંથી સ્વગામી પ્રાર્થના જેવી આ સૌંદર્યવાન વસ્તુ પેદા થઈ. ફ્રાંસ, ઉત્તર ઇટાલી, જર્મની તથા ઇંગ્લેંડમાં લગભગ એક સાથે જ આવાં ગોથિક શૈલીનાં દેવળે ઊભાં થયાં. એમના આરંભ કેવી રીતે થયા તેની કાઈ તે પણ ચોક્કસ માહિતી નથી. તેમના શિલ્પીઓનાં નામની પણ કાઈ ને ખબર નથી. એ કૃતિઓ ક્રાઈ એક જ શિલ્પીની હિ પણ જનતાની સામુદાયિક કાર્યશક્તિ અને મતિ તથા પરિશ્રમ દર્શાવે છે. એ દેવળાની ખારીના રંગીન કાચો એ તેમની બીજી નવીનતા હતી. એ બારીના કાચ ઉપર સુંદર રંગથી ચીતરેલાં મનહર ચિત્રા