Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ફૂડેના સમયનું યુરેપ
૩૪૯ હકીકત એમ છે કે, તેની પડતીના સમયમાં પણ પશ્ચિમ યુરોપ કરતાં કંસ્ટાન્ટિનોપલમાં વિદ્યા અને સાહિત્યની પ્રવૃત્તિ ઘણું વધારે પ્રમાણમાં હતી. પરંતુ તે જીર્ણ થઈ ગયેલા લેકની વિદ્યા હતી અને તેની પાછળ કશું જોમ કે સર્જકશક્તિ નહોતાં. પશ્ચિમના લેકમાં વિદ્યા નહિ જેવી જ હતી પરંતુ તેઓ યુવાવસ્થામાં હતા અને તેમનામાં સર્જકશક્તિ હતી. અને એ શક્તિ થોડા જ વખતમાં સંદર્યવાન કૃતિઓના સર્જનમાં પ્રકટ થવાની હતી.
પૂર્વના સામ્રાજ્યમાં રોમની પેઠે ચર્ચ અને સમ્રાટ વચ્ચે ઝઘડે નહતો. ત્યાં સમ્રાટ સર્વસત્તાધીશ હતો અને તે પૂરેપૂરે આપખુદ હતે. કોઈ પણ પ્રકારની સ્વતંત્રતાનો તે ત્યાં પ્રશ્ન જ નહોતો. રાજગાદી સૌથી વધારે બળવાન તથા કૂડકપટી વ્યક્તિને હાથ જતી. ખૂનરેજી અને કાવાદાવાથી, લેહી વહેવડાવીને તથા ભયંકર ગુનાઓ કરીને માણસે રાજગાદી મેળવતા અને લેક ઘેટાંની પેઠે તેમને વશ થતા. જાણે કે, તેમના ઉપર કોણ રાજ્ય કરે છે તેની તેમને કશી પડી નહતી! આ પૂર્વનું સામ્રાજ્ય યુરોપના દ્વાર ઉપર એક પ્રકારના ચોકીદાર સમું ઊભું હતું અને એશિયાની પ્રજાઓના આક્રમણથી તેનું રક્ષણ કરી રહ્યું હતું. ઘણી સદીઓ સુધી તે એ કાર્યમાં સફળ થયું. આરબ લેકે કોન્સાન્ટિનોપલ ન લઈ શક્યા; સેજુક તુર્કે તેની સમીપ પહોંચ્યા ખરા પણ તેનો કબજો લઈ શક્યા નહિ; મંગલ લેકે તેની પાસે થઈને પસાર થયા અને ઉત્તરે રશિયામાં ગયા. છેવટે ઑટોમન યા ઉમાની તુર્ક લેકે આવ્યા અને તેમના હાથમાં પૂર્વના સામ્રાજ્યનું પાટનગર કન્સ્ટાન્ટિનેપલ ૧૪૫૩ની સાલમાં ગયું. એ શહેરના પતનની સાથે પૂર્વનું રેમન સામ્રાજ્ય પણું પડયું.