Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
કૂડેના સમયનું યુરેપ
૩૪૫ બાજુએ પૃથ્વી ઉપર સર્વોપરી હોવાને દ પિપ પણ કરતા હતે. જ્યાં બે “સર્વોપરી” ભેગા મળે ત્યાં અવશ્ય ફિતર થવાનું જ.
ફ્રેડરિક બાર્બીરઝાના પિત્રનું નામ પણ ફ્રેડરિક હતું. તે નાની વયે સમ્રાટ થયા અને ફ્રેડરિક બીજો એ નામથી ઓળખાયે. તેનું નામ “પર મુડી” એટલે કે “ દુનિયાની અજાયબી’ પાડવામાં આવ્યું હતું. તે પેલેસ્ટાઈન ગયો હતો અને મીસરના સુલતાન જોડે તેણે મિત્રતાભરી વાટાઘાટ કરી હતી. તેણે પણ તેના દાદાની પેઠે પિન.
સામનો કર્યો હતો અને તેની આજ્ઞા માનવાની ના પાડી હતી. તેને ધિર્મબહાર કરીને પિપે એનું વેર વાળ્યું. ધર્મબહાર મૂકવાનું પિપનું પુરાણું અને પ્રચંડ હથિયાર હતું પરંતુ હવે તે જરા કટાવા લાગ્યું હતું. ફ્રેડરિકે પપના ગુસ્સાની લેશ પણ પરવા કરી નહિ; વળી હવે દુનિયા પણ બદલાતી જતી હતી. ફ્રેડરિકે યુરોપના બધા રાજકર્તાઓ ઉપર લાંબા પત્રો લખ્યા. તેમાં તેણે એ જણાવ્યું કે રાજાઓના કાર્યમાં દખલ કરવાનું પિપનું કામ નથી. તેનું કાર્ય તે ધાર્મિક તેમજ આધ્યાત્મિક બાબતો ઉપર લક્ષ આપવાનું છે; રાજકારણમાં વચ્ચે પડવાનું નહિ. પાદરીઓમાં પડેલા સડાનું પણ તેણે વર્ણન કર્યું હતું. વાદવિવાદમાં તે ફ્રેડરિકે પાપને પરાસ્ત કર્યો. તેના પત્રે બહુ જ રસિક છે કેમકે સમ્રાટ અને પિપના પુરાણા ઝઘડામાં દાખલ થયેલી આધુનિક ભાવનાને તેમાં પ્રથમ નિર્દેશ થયેલ છે.
ધર્મની બાબતમાં બીજો ફ્રેડરિક બહુ જ સહિષ્ણુ હતિ. આરબ તથા યહૂદી ફિલસૂફે તેના દરબારમાં આવતા હતા. અરબી અંકે તથા બીજગણિત તેની મારફતે યુરોપમાં દાખલ થયાં એમ કહેવાય છે. (તમે યાદ આવશે કે, મૂળ એ હિંદમાંથી આવ્યાં હતાં.) વળી તેણે નેપલ્સના વિદ્યાપીઠ તથા સાલેર્નોના પ્રાચીન વિદ્યાપીઠમાં એક મોટા વૈદ્યકીય વિદ્યાલયની પણ સ્થાપના કરી હતી.
ફ્રેડરિક બીજાએ ૧૨૧૨થી ૧૨૫૦ની સાલ સુધી રાજ્ય કર્યું. એના મરણની સાથે સામ્રાજ્ય ઉપર હહેનસ્ટોફેન વંશની સામ્રાજ્ય ઉપરની સરસાઈને અંત આવ્યો. ઈટાલી અલગ થઈ ગયું, જર્મની અસ્તવ્યસ્ત થઈ ગયું અને ઘણું વર્ષ સુધી ત્યાં ભયાનક અવ્યવસ્થા વ્યાપી રહી. ધાડપાડુ નાઈટ એટલે કે સરદારે તથા લૂંટારાઓ લૂંટફાટ કરતા અને તેમને રોકનાર કોઈ નહોતું. જર્મન રાજ્ય ઉપર પવિત્ર રોમન સામ્રાજ્યનો એટલે ભારે બોજો હતો કે તે ઉપાડવાની તેની