Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૩૨૮ જગતના ઈતિહાસનું રેખાદર્શન ઉત્સાહના આવેગમાં જરા તણાઈ જઈને એ વિષે એક ઈતિહાસકાર કહે છે કે,
મૂર લેકેએ સ્થાપેલું કરડેબાનું અદ્ભુત રાજ્ય એ મધ્યયુગની એક આશ્ચર્યકારક ઘટના હતી અને જ્યારે સમગ્ર યુરોપ જંગલીપણું, અજ્ઞાન અને કલહમાં ડૂખ્યું હતું ત્યારે માત્ર તેણે એકલાએ જ પશ્ચિમની દુનિયા આગળ વિદ્યા અને સંસ્કૃતિની મશાલ જવલંત રીતે બળતી રાખી.
કર્તબા એ લગભગ પાંચ વરસ સુધી એ રાજ્યની રાજધાની હતી. અંગ્રેજીમાં એને કરડેબ અથવા કેટલીક વાર કરવા કહેવામાં આવે છે. મને શંકા છે કે, એક જ નામને જુદે જુદે વખતે જુદી જુદી રીતે લખવાની મને ટેવ છે. પરંતુ હું કરડેબાને જ વળગી રહેવા પ્રયત્ન કરીશ. એ એક જબરદસ્ત નગર હતું. એની લંબાઈ દશ માઈલની હતી અને તેમાં ઠેકઠેકાણે બાગબગીચાઓ હતા તથા તેની વસતી દશ લાખની હતી. એનાં પરાઓને વિસ્તાર વિશે માઈલને હતે. તેમાં ૬૦,૦૦૦ મહેલે અને મોટી મોટી ઈમારત, ૨૦૦,૦૦૦ નાનાં ઘરે, ૮૦,૦૦૦ દુકાને, ૩૮૦૦ મસ્જિદ અને ૬૦૦ સાર્વજનિક સ્નાનાગાર અથવા તમામખાનાં હતાં એમ કહેવાય છે. આ આંકડાઓ અતિશયોક્તિભર્યા હોવાને સંભવ છે પરંતુ તેના ઉપરથી આપણને એ શહેરને કંઈક ખ્યાલ જરૂર આવે છે. વળી ત્યાં ઘણાં પુસ્તકાલયે પણ હતાં અને તેમાંના મુખ્ય અમીરના શાહી પુસ્તકાલયમાં ૪૦૦,૦૦૦ જેટલાં પુસ્તકે હતાં. કરડેબાની વિદ્યાપીઠ આખા યુરોપ અને પશ્ચિમ એશિયામાં મશદર હતી. ગરીબ લેકેને માટે સંખ્યાબંધ મફત પ્રાથમિક શાળાઓ પણ હતી. એક ઇતિહાસકાર કહે છે કે,
પેનમાં લગભગ દરેક જણ લખીવાંચી જાણતું જ્યારે ખ્રિસ્તી યુરોપમાં, પાદરીઓને બાદ કરતાં સૌથી ઊંચા દરજ્જાના માણસો પણ બિલકુલ નિરકાર અને અજ્ઞાન હતા.”
કોરડોબા શહેર આવું હતું અને તે બીજા એક મહાન આરબ શહેર બગદાદ જેડે સ્પર્ધા કરતું હતું. તેની નામના આખા યુરોપમાં ફેલાઈ હતી અને દશમી સદીનો એક જર્મન લેખક તેને “દુનિયાનું આભૂષણ” કહે છે. તેની વિદ્યાપીઠમાં દૂર દૂરના દેશમાંથી વિદ્યાર્થીઓ આવતા. યુરોપની બીજી મેટી મોટી વિદ્યાપીઠે તથા પેરિસ અને એકસફર્ડ તેમજ ઉત્તર ઈટાલીની વિદ્યાપીઠ સુધી આરબ તત્વજ્ઞાનની અસર પ્રસરી હતી. બારમી સદીમાં એવરેઝ અથવા ઇન્ન રદ એ કોરડબાને નામી ફિલસૂફ હતું. તેના જીવનના પાછલા ભાગમાં