Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનુ· રેખાદર્શીન
બગદાદના આરાથી સાવ નિરાળા હતા. આજે પણ સ્પેનની પ્રજાની નસામાં આરબ લેહી સારા પ્રમાણમાં વહે છે.
સેરેસન લાફ્રાંસના દક્ષિણ ભાગમાં તેમજ સ્વિટ્ઝરલૅન્ડમાં પણ પ્રસર્યાં હતા — રાજ્યકર્તા તરીકે નહિ પણ વસાહતીઓ તરીકે. આજે પણ કેટલીક વાર · મીડી ' પ્રદેશના ફ્રેંચ લામાં આરબના
જેવા ચહેરા કાઈક વાર જોવા મળે છે.
૩૩૨
આ રીતે સ્પેનમાંથી આરબ લેકાના રાજ્યઅમલના જ હિ પણ આરબ સંસ્કૃતિને પણ અંત આવ્યા. કારણ, આપણે હમણાં જ જોઈશું કે, એશિયામાં એથી પણ પહેલાં એ સંસ્કૃતિનું પતન થઈ ચૂકયું હતું. ધણા દેશે। તથા સંસ્કૃતિ ઉપર તેણે પોતાની અસર પાડી અને પોતાના જ્વલંત સ્મારક તરીકે તે ઘણી વસ્તુઓ પેાતાની પાછળ મૂકતી ગઈ. પરંતુ પાછળના ઇતિહાસમાં તે પોતાની મેળે ફરીથી સજીવન થઈ શકી નહિ.
સેરેસન લેાકાએ સ્પેન છેડવા પછી ડિનાન્ડ અને ઇઝાખેલાના અમલમાં તે બળવાન બન્યું. ઘેાડા જ વખત પછી અમેરિકાની શેાધને પરિણામે તેને પુષ્કળ સંપત્તિ લાધી, થાડા વખત માટે તા તે યુરોપના સૌથી બળવાન અને અન્ય દેશા ઉપર પ્રભુત્વ ભાગવનારો દેશ બની ગયા. એનું પતન પણ ઝડપથી થયું અને તેનું મહત્ત્વ સાવ નષ્ટ થઈ ગયું. યુરોપના બીજા દેશ જ્યારે આગળ પ્રગતિ કરી રહ્યા હતા ત્યારે સ્પેન મધ્યયુગનાં સ્વમાં સેવતું સાવ સ્થગિત સ્થિતિમાં રહ્યું . મધ્યયુગ પછી તા દુનિયા કેટલી બધી પલટાઈ ગઈ હતી તેની તેને ગતાગમ નહેાતી.
લેન પુલ નામના અંગ્રેજ ઇતિહાસકાર સ્પેનના સેરેસના લોકા વિષે લખતાં જણાવે છે કે,
કેટલીયે સદીઓ સુધી સ્પેન સસ્કૃતિનું કેન્દ્ર અને વિદ્યા, કળા, વિજ્ઞાન તથા હરેક પ્રકારની શિષ્ટ સ’સ્કૃતિનું ધામ હતું. અત્યાર સુધી યુરોપને ખીજે કાઈ પણ દેશ મૂર લેાકેાના સુધરેલા રાજ્યની કક્ષાએ પહોંચ્યા નહોતા. કડિનાન્ડ અને ઇઝાબેલાના અમલના તથા ચાર્લ્સના સામ્રાજ્યના અલ્પજવી ઝળહળાટ આટલું દીર્ઘજીવી મહત્ત્વ પ્રાપ્ત ન કરી શકો. મૂર લોકોને દેશપાર કરવામાં આવ્યા; ખ્રિસ્તી સ્પેન ઘેાડા વખત સુધી ચંદ્રની પેઠે પારકા તેજથી પ્રકાશ્યું; ત્યાર પછી ગ્રહણ આવ્યું અને તેના અંધકારમાં સ્પેન ત્યારનું હજીયે ગોથાં ખાતું રહ્યું છે. મૂર લોકોનું સાચુ` સ્મારક તા એક વખત તેઓ જ્યાં પુષ્કળ પ્રમાણમાં દ્રાક્ષ, જૈતુન અને પીળાં ફ્યુસલાંથી લચી રહેલાં ધાન્ય ઉગાડતા તે વેરાન અને ઉજ્જડ બનેલા પ્રદેશમાં, જ્યાં આગળ એક વખતે