Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૩૦૬
જગતના ઇતિહાસનું રેખાદર્શન
પ્રદેશનાં ખ્રિસ્તી રાજ્યાના સ્પેનની મુસ્લિમ સત્તા ઉપર હુમલા કરવાના વારો આવ્યેા હતો; અને વખત જતાં તેમણે વધુ ને વધુ આત્મવિશ્વાસથી તેના ઉપર હુમલા કરવા માંડ્યા. પરંતુ જે સમયની આપણે હાલ વાત કરી રહ્યા છીએ તે વખતે તે કારડાખાની · અમીરાત એક મહાન અને પ્રગતિશીલ રાજ્ય હતું. વિજ્ઞાન અને સંસ્કૃતિમાં યુરોપના બીજા દેશો કરતાં તે ઘણું જ આગળ વધેલું હતું.
સ્પેન સિવાય બાકીના યુરોપ જુદાં જુદાં ખ્રિસ્તી રાજ્યામાં વહેંચાઈ ગયા હતા. હવે આખા યુરોપમાં ખ્રિસ્તી ધર્મ પ્રસરી ચૂકયો હતા અને અનેક દેવદેવીઓને પૂજનારા પ્રાચીન ધર્મ ત્યાંથી લગભગ નાબૂદ થયો હતો. હવે યુરોપના આજના દેશને પોતપોતાનું સ્વરૂપ ધારણ કરતા આપણે જોઈ શકીએ છીએ.
હ્યુ કેંપેટના અમલ દરમ્યાન ૯૮૭ની સાલમાં ફ્રાંસના રાષ્ટ્રના ઉદ્ય થાય છે. દરિયાનાં મોજાને પાછાં હાવાનો હુકમ કરવા માટે મશહૂર થયેલા કૅન્યૂટ નામના ડેન રાજા ૧૦૧૬ની સાલમાં ઇંગ્લેંડમાં રાજ્ય કરતા હતા. પચાસ વરસ પછી ' વિજેતા' વિલિયમ નરમડીથી સાં આવ્યો. જમની પવિત્ર સામ્રાજ્યને એક ભાગ હતું. નાનાં નાનાં અનેક રાજ્યામાં વહેંચાયેલુ હોવા છતાં ચોક્કસપણે તે એક રાષ્ટ્ર બનતું જતું હતું. રશિયા પૂર્વ તરફ વિસ્તરતું જતું હતું અને પોતાનાં વહાણાથી કૉન્સ્ટાન્ટિનેપલને હમેશાં ડરાવ્યા કરતું હતું. રશિયાને કૉન્સ્ટાન્તિનેપલ માટે હમેશાં અજબ પ્રકારના જે માહ રહ્યા કર્યાં છે તેની આ શરૂઆત હતી. એક હજાર વરસથી રશિયા આ મહાન શહેર મેળવવા માટે કામના રાખતું આવ્યું છે. છેવટે, ચૌદ વરસ ઉપર પૂરા થયેલા મહાયુદ્ધને પરિણામે એ મેળવવાની રશિયાએ આશા બાંધી હતી. પરંતુ ત્યાં આગળ અચાનક ક્રાંતિ આવી પડી અને તેણે પુરાણા રશિયાની બધી બાજી ધૂળ ભેગી કરી દીધી.
૯૦૦ વર્ષ પહેલાંના યુરોપના નકશામાં પોલેંડ તેમ જ હુંગરી પણ તારા જોવામાં આવશે. એ દેશમાં મન્યર લેાકા વસતા હતા. વળી એ નકશામાં બલ્ગેરિયન તથા સ લોકાનાં રાજ્યે પણ તારા જોવામાં આવશે. વળી, ચારે તરફ અનેક દુશ્મનોથી ઘેરાયેલું હોવા છતાં પણ પોતાની હસ્તી ટકાવી રહેલું પૂર્વનું રોમન સામ્રાજ્ય પણ તું જોશે. રશિયન લોકા તેના ઉપર આક્રમણ કરતા હતા, બલ્ગેરિયન લોકા પણ તેને ત્રાસ આપતા હતા અને દરિયામાગે નાન લે તેને નિરતર