Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૩૦૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન મેળવ્યું. ધર્મ તથા કંઈક અંશે કળાની બાબતમાં પણ કારિયા તથા જાપાને ચીન મારફતે હિંદુસ્તાન પાસેથી કેટલુંક લીધું. છેક પૂર્વમાં આવેલું, એશિયાના પહેરેગીરસમું જાપાન બાકીની દુનિયાથી લગભગ અલગ રહીને પિતાની હસ્તી ટકાવી રહ્યું છે. ફૂછવારા કુલ સર્વોપરી સત્તાધારી બને છે અને એ સમયે સમ્રાટના હાથમાં તે એક કુળના નાયક કરતાં ભાગ્યે જ વધારે સત્તા રહે છે –– તે નામને જ સમ્રાટ બની જાય છે. એ પછી શગુન અમલ શરૂ થયે.
- મલેશિયામાં હિંદી સંસ્થાનોની ઉન્નતિ થઈ હતી. ભવ્ય અંગકોર નગર કંબોડિયાની રાજધાની હતું અને એ રાજ્ય પિતાના સામર્થ તથા વિકાસની પરાકાષ્ટાએ પહોંચ્યું હતું. સુમાત્રામાં શ્રીવિજય એક મહાન શૈદ્ધ સામ્રાજ્યની રાજધાની હતું. પૂર્વ તરફના બધા ટાપુઓ એ સામ્રાજ્યની હકૂમત નીચે હતા અને તેમની વચ્ચે મોટા પાયા ઉપર વેપાર ચાલતું હતું. જાવાના પૂર્વ ભાગમાં એક સ્વતંત્ર હિંદુ રાજ્ય હતું. થેડા જ વખતમાં તેની ઉન્નતિ થવાની હતી અને વેપાર તથા વેપાર મારફતે આવતી સંપત્તિને માટે શ્રી વિજય સાથે તે હરીફાઈમાં ઊતરવાનું હતું અને વેપારને માટે આજનાં યુરોપનાં રાજ્યો લડે છે તેમ શ્રીવિર્ય સાથે ભયંકર લડાઈ લડીને છેવટે તેને જીતી લઈને તેને નાશ કરનાર હતું.
હિંદુસ્તાનમાં ઉત્તર અને દક્ષિણ હિંદ પહેલાં કદીયે પડ્યાં નહોતાં એટલાં થોડા સમય માટે એકબીજાથી અળગાં પડી ગયાં. ઉત્તર હિંદ ઉપર ગઝનીને મહમૂદ ઉપરાછાપરી ચડી આવતા હતા અને લૂંટફાટ તથા ભાંગફેડ કરતા હતા. હિંદમાંથી તે અઢળક દલિત ખેંચી ગયો અને પંજાબને તેણે પિતાના રાજ્ય સાથે જોડી દીધું. દક્ષિણમાં રાજારાજ તથા તેના પુત્ર રાઓંના અમલ દરમ્યાન ચેલ સામ્રાજ્ય વિસ્તરતું અને બળવાન બનતું આપણને માલૂમ પડે છે. દક્ષિણ હિંદમાં તેણે પોતાની આણ વર્તાવી હતી અને અરબી સમુદ્ર તથા બંગાળના ઉપસાગર ઉપર તેના નૌકાસૈન્યનું પ્રભુત્વ હતું. સિલેન, દક્ષિણ બ્રહ્મદેશ તથા બંગાળ ઉપર તેઓ ચઢાઈ કરે છે અને તેમને જીતી લે છે.
મધ્ય તથા પશ્ચિમ એશિયામાં બગદાદના અભ્યાસી સામ્રાજ્યના અવશેષે આપણી નજરે પડે છે. પરંતુ બગદાદની આબાદી હજીયે કાયમ હતી અને તેના નવા શાસક સેજુક તુકે લેકોના અમલ દરમ્યાન તેની સત્તા વધતી જતી હતી. પરંતુ જૂના સામ્રાજ્યના ટુકડા પડીને