Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
એશિયા અને યુરોપનુ· પુનરાવલાકન
૩૧૫
ઇસ્લામ વિરુદ્ધ કાઈ પણ પ્રકારની કડવી લાગણી હાય તે પણ તે નહિ જેવી જ હતી. પરંતુ પછીથી મહમૂદ આગ અને સમશેર લઈ ને આવ્યો. અને તે વિજેતા, લૂટારુ અને કતલ કરનાર તરીકે આવ્યો એ હકીકતે બીજી કાઈ પણ વસ્તુ કરતાં હિંદમાં ઇસ્લામની કીર્તિને વધારે હાનિ પહોંચાડી. ખરેખર, તે બીજા કાઈ પણ મહાન વિજેતાના જેવા જ લૂટારા અને કતલ કરનારા હતા અને ધર્મને માટે તેને ઝાઝી પરવા નહેાતી. તેની ચડાઈ એ જ હિંદમાં ધણા લાંબા સમય સુધી ઇસ્લામના રહસ્યને ઢાંકી દીધું અને તેથી કરીને નિષ્પક્ષપણે એને વિષે વિચાર કરવાનું લોકેા માટે મુશ્કેલ થઈ પડયું. ખીજી પરિસ્થિતિમાં તેમને માટે એમ કરવું શક્ય બન્યું હોત.
•
એક કારણુ આ. ખીજું કારણ એ છે કે ઇસ્લામ અહીં મોડે આવ્યો. તેના આરંભ પછી ચારસા વરસ બાદ તે અહીં આવ્યેા. અને એ લાંબા ગાળા દરમ્યાન તેની ધગશ કંઈક અંશે ઓછી થઈ હતી તથા તેની ઘણીખરી સક શક્તિ તેણે ગુમાવી હતી. જે ઇસ્લામના આરંભકાળમાં આરબ લોકા તે લઈ તે હિ ંદુસ્તાનમાં આવ્યા હોત તે નવી આરબ સસ્કૃતિ પ્રાચીન હિંદી સંસ્કૃતિ સાથે ભળી જાત અને બંનેની પરસ્પર એકબીજા ઉપરની અસરથી ભારે પરિણામે નીપજત. એ રીતે બે સસ્કારી પ્રજાએનું મિશ્રણ થાત. વળી, આરબ લા ધાર્મિ ક સહિષ્ણુતા તથા ધર્મ પ્રત્યેના બુદ્ધિપૂર્વકના વલણ માટે મશર હતા. એક સમયે બગદાદમાં ખલીના આશ્રય હેઠળ એક ક્લબ ચાલતી હતી. ત્યાં આગળ બધા ધર્મના લેકા તથા જે કાઈ પણ ધર્મો પાળતા ન હોય એવા લાકા એકઠા થતા અને દરેક વસ્તુ વિષે કેવળ બૌદ્ધિક દૃષ્ટિએ તેઓ ચર્ચા અને વાદવિવાદ કરતા.
.
પરંતુ આરબ લેાકેા હિંદના અંદરના ભાગમાં ન આવ્યા. સિંધમાં જ તે અટકી પડયા અને હિંદ ઉપર તેમની નહિ જેવી જ અસર પડી. જેમનામાં આરબ લોકેાની સહિષ્ણુતા કે સંસ્કૃતિ નહાતાં અને જે મુખ્યત્વે કરીને લશ્કરી સૈનિકા જ હતા એવા તુર્ક લેાકા તથા તેમના જ જેવી બીજી પ્રજાએ ભારતે ઇસ્લામ હિંદમાં આવ્યા.
એમ છતાં પણ પ્રગતિ તથા સર્જક પુરુષાર્થ માટે હિંદને ઇસ્લામ દ્વારા નવું જોમ મળ્યું. એણે હિંદમાં કેવી રીતે નવું ચેતન પૂર્યું અને છેવટે તે પણ ખતમ થઈ ગયું તે આપણે હવે પછી વિચારીશું.