Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
३२० જગતના ઇતિહાસનું રેખાદર્શન કરવામાં આવ્યું. પરંતુ બીજાં મોટાં શહેરે કાયમ રહ્યાં. બીજાં સો વરસમાં બીજી એક જાતિના લેકે આગળ આવ્યા. એ મૅક્સિકમાંથી આવેલા આઝટેક લેક હતા. ચિદમી સદીના આરંભમાં તેમણે માયા દેશ જીતી લીધું અને ૧૩૨૫ની સાલના અરસામાં તેમણે નોટીલન નામના શહેરની સ્થાપના કરી. થેડા જ વખતમાં તે મોટી વસતીવાળું શહેર બની ગયું અને મેકિસકોના પ્રદેશની રાજધાની તથા આઝટેક લેકાના સામ્રાજ્યનું કેન્દ્ર બન્યું.
આઝટેક લેકે લશ્કરી પ્રજા હતી. તેમની પાસે લશ્કરી વસાહત અને લશ્કરી છાવણીઓ હતી તથા દેશભરમાં લશ્કરી દૃષ્ટિએ ઉપયોગી રસ્તાઓ પણ હતા. એમ પણ કહેવાય છે કે તાબાનાં રાજ્યને પરસ્પર લડાવવા જેટલા તેઓ ચતુર પણ હતા. કેમકે તેમનામાં ફાટફૂટ હોય તે તેમના ઉપર રાજ્ય કરવું સુગમ પડે. બધાં જ સામ્રાજ્યોની એ પુરાણી નીતિ છે. રેમના લેક એને “ડિવાઈડ એંટ ઇપેરા” એટલે ભેદ પાડીને રાજ્ય કરવાની નીતિ કહેતા.
બીજી બાબતોમાં ભારે ચતુર હોવા છતાંયે આઝટેક લેકે ઉપર પણ પુરોહિત વર્ગનું પ્રભુત્વ હતું. અને એથીયે અધિક બૂરી વસ્તુ તે એ છે કે તેમના ધર્મમાં નરમેધનું ભારે મહત્ત્વ હતું. આમ, પ્રતિવર્ષ અતિશય કરપીણ રીતે હજારે મનુષ્યને ભાગ અપાતે.
લગભગ બસે વરસ સુધી આઝટેક લોકોએ પિતાના સામ્રાજ્ય ઉપર અતિશય કડક હાથે શાસન કર્યું. સામ્રાજ્યમાં બહારથી તે બધે સલામતી અને શાંતિ જણાતાં હતાં પરંતુ જનતાનું નિર્દય રીતે શેષણ કરવામાં આવતું હતું અને તે અતિશય ગરીબ અને કંગાળ બની ગઈ હતી. આવી રીતે રચાયેલું અને ચાલતું રાજ્ય લાંબે વખત ટકી શકે નહિ. અને બન્યું પણ એમ જ. સોળમી સદીના આરંભમાં, ૧૫૧૯ની સાલમાં જ્યારે આઝટેક લેકની સત્તા પરાકાષ્ટાએ પહોંચેલી લાગતી હતી ત્યારે મૂડીભર પરદેશી લૂંટારા અને સાહસિક માણસેના હુમલા સામે તેમનું સામ્રાજ્ય કકડી પડીને જમીનદોસ્ત થઈ ગયું! સામ્રાજ્યના પતનનું આ એક અતિશય આશ્ચર્યકારક ઉદાહરણ છે. હનન કાર્ડે નામના એક પેનવાસીએ મૂઠીભર સૈનિકની મદદથી એ સામ્રાજ્યનો નાશ કર્યો. કોર્ટે બહાદુર અને ભારે સાહસિક પુરુષ હતું. તેની પાસે બે વસ્તુઓ એવી હતી જેની તેને ભારે મદદ મળી બંદૂકે અને ઘેડા. મેક્સિકોના સામ્રાજ્યમાં જોડાઓ નહાતા અને બંદૂક પણ નહતી. પરંતુ આઝટેક