Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
३२२ જગતના ઈતિહાસનું રેખાદર્શન હતો. પેરુની આ સંસ્કૃતિ, કંઈ નહિ તે પાછળના સમયમાં, મેક્સિકની સંસ્કૃતિથી સાવ અલગ થઈ ગઈ હતી એ આશ્ચર્યકારક ઘટના છે. બંને સંસ્કૃતિઓ એકબીથી બહુ દૂર નહતી છતાયે તેઓ એકબીજી વિષે બિલકુલ અજાણ હતી. એટલા ઉપરથી પણ જોઈ શકાય કે કેટલીક બાબતમાં તે અતિશય પછાત હતી. મેકિસકમાં કેટેને વિજય થયે ત્યાર પછી થોડા જ વખતમાં એક સ્પેનવાસીએ પર રાજ્યને પણ અંત આણે. એનું નામ પિઝારે હતું. ૧૫૩૦ની સાલમાં તે ત્યાં આવ્યા અને છળકપટથી તેણે ઈકને પકડી લીધે. પિતાના દૈવી રાજાની ધરપકડ માત્રથી જ પ્રજા ભયભીત બની ગઈ. પિઝારેએ થેડા વખત સુધી ઈકાના નામથી રાજ્ય કરવા પ્રયત્ન કર્યો અને પ્રજા પાસેથી અઢળક દોલત પડાવી. પછીથી એ ખાલી ડાળ પણ તજી દેવામાં આવ્યું અને સ્પેનના લેકેએ પેરને પિતાના સામ્રાજ્યને એક ભાગ બનાવી દીધું.
કેટેએ ટેનોસ્ટીલન નગર પહેલવહેલું જોયું ત્યારે તે તેની ભવ્યતાથી આ બની ગયા હતા. યુરોપમાં એવું એક પણ શહેર તેના જોવામાં આવ્યું નહોતું.
માયા અને પિરની કળાના ઘણું અવશેષો એકઠા કરવામાં આવ્યા છે અને તે અમેરિકાનાં, ખાસ કરીને, મેકિસકોનાં સંગ્રહસ્થાનમાં જોવા મળે છે. એ અવશેષ કળાની સુંદર પરંપરાને ખ્યાલ રજૂ કરે છે. પરના સોનીઓની કારીગરી ઉત્તમ પ્રકારની હતી એમ કહેવામાં આવે છે. શિલ્પના પણ કેટલાક અવશેષો મળી આવ્યા છે. તેમાં ખાસ કરીને પથ્થર ઉપર કોતરેલા સર્પો બહુ સુંદર છે. બીજા કેટલાક તે ભયભીત કરવા માટે જ નિર્માણ કરવામાં આવ્યા હોય એમ લાગે છે અને સાચે જ તેઓ ભયભીત કરે એવા જ છે!