Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
*
જગતના ઇતિહાસનુ· રેખાદર્શીન
અનેક સહસ્રાબ્દોના માનવી પુરુષાર્થને પરિણામે તેણે નિશ્ચિત સ્વરૂપ ધારણ કર્યું હતું. આમ ઈરાન, મેસોપોટેમિયા અને મીસર, જ્યાં આગળ આદિ સંસ્કૃતિના આરંભ અને વિકાસ થયા એવા સૌથી મહત્ત્વના પ્રદેશોમાં હવે પછી હિદની પણ ગણના થવી જોઈએ.
હું ધારું છું કે હરપ્પા વિષે મેં હજી તને વાત કરી નથી. જ્યાં આગળ માહન–જો–દડાના જેવા પ્રાચીન અવશેષો ખાદી કાઢવામાં આવ્યા છે તેવું આ ખીજું સ્થળ છે. તે પંજાબના પશ્ચિમ ભાગમાં આવેલું છે.
આ ઉપરથી આપણને એમ લાગે છે કે સિંધુ નદીની ખીણમાં આપણે માત્ર પાંચ હજાર વરસ પહેલાંના જ નહિ પણ એથી કેટલાંયે હજાર વરસે। પહેલાંના સમયમાં પહેોંચી જઈએ છીએ, તે એટલે સુધી કે મનુષ્ય પહેલવહેલો ઠરીઠામ થઈને વસવા લાગ્યા તે ધૂમસ સમા લાગતા અતિશય પ્રાચીન કાળમાં આપણે લુપ્ત થઈ જઈ એ. માહન- . જો-દડાની જાહેાજલાલીના કાળ દરમ્યાન આ લાકે હિંદમાં આવ્યા નહાતા અને છતાંયે એ વિષે જરાયે શંકા નથી કે——
- હિંદના ખીન્ન ભાગની વાત જવા દઈએ તે પણ સિંધ અને પ ંજાબમાં તો આગળ વધેલી અને બિલકુલ એક જ પ્રકારની સરકૃતિ પ્રચલિત હતી. એ સંસ્કૃતિ મેસોપોટેમિયા તથા મીસરની તત્કાલીન સંસ્કૃતિને ણે અંશે મળતી આવતી હતી અને કેટલીક બાબતામાં તેમનાથી ચડિયાતી પણ હતી.’
મેાહન-જો-દડા તથા હરપ્પાના ખાદકામાએ એ પ્રાચીન અને અદ્ભુત સંસ્કૃતિને આપણી સમક્ષ પ્રગટ કરી છે. હિંદુસ્તાનની ભૂમિના ઉદરમાં અન્યત્ર કેટલું બધું આવું દટાયેલું પડયું હશે! આ સંસ્કૃતિ માત્ર મોહન-જો-દડા અને હરપ્પામાં જ પરિમિત હતી એમ નહિ પણ તે હિંદમાં સારી પેઠે પ્રસરેલી હશે એમ લાગે છે. આ અંતે જગ્યા પણ એકબીજીથી ઘણી દૂર છે.
આ યુગ એવા હતા કે જ્યારે · ત્રાંબા તથા કાંસાનાં હથિયાર અને વાસણાની સાથેાસાથ પથ્થરનાં હથિયારો અને વાસણા પણુ વપરાતાં હતાં.' સમકાલીન મીસર તથા મેસોપોટેમિયાના લોકા સાથે સિંધુ નદીની ખીણના લેાકેાનું કેટલું સામ્ય હતું તથા તેઓ તેમનાથી કઈ બાબતોમાં ચડિયાતા હતા તે વિષે સર જાન માલ આપણને કહે છે :
“ આમ માત્ર મુખ્ય મુખ્ય ભાખતાને જ નિર્દેશ કરીએ તેા પહેલી વાત તે એ કે, એ યુગમાં કાપડ બનાવવા માટે રૂનો ઉપયોગ માત્ર હિંદુસ્તાનમાંજ પરિમિત હતા અને બે કે ત્રણ હજાર વર્ષ પછીના સમય સુધી પશ્ચિમની દુનિયામાં