Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૫૯ અમેરિકાની માયા સંસ્કૃતિ
• ૧૩ જૂન, ૧૯૩૨ આ પમાં હું દુનિયાને ઇતિહાસ આલેખવા પ્રયત્ન કરું છું એમ હું તને કહ્યા કરું છું. પરંતુ વાસ્તવમાં તે એ એશિયા, યુરોપ અને ઉત્તર આફ્રિકાને ઇતિહાસ થયે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાને વિષે તે મેં તને લગભગ કશું જ કહ્યું નથી. એમ છતાં પણ મેં એ વિષે તને ઇશારે કર્યું હતું કે પ્રાચીન કાળમાં અમેરિકામાં સંસ્કૃતિ મોજૂદ હતી. એને વિષે બહુ જાણવામાં આવ્યું નથી અને સાચે જ હું તે એ વિષે બહુ થતું જાણું છું. એમ છતાં પણ અહીં આગળ તને એ વિષે કંઈક કહેવાને લભ હું રેકી શકતું નથી, કેમકે એથી કરીને કે લંબસ કે બીજા યુરોપિયને ત્યાં ગયા ત્યાં સુધી અમેરિકા કેવળ જંગલી દેશ હતે એમ માનવાની સામાન્ય રીતે થતી ભૂલ તું ન કરી બેસે.
છેક પાષાણયુગમાં, માણસ કઈ પણ સ્થળે ઠરીઠામ થઈને વસવા લાગે તે પહેલાં, અને જ્યારે તે અહીંતહીં રખડીને શિકારી જીવન ગુજારતે હતું ત્યારે, ઉત્તર અમેરિકા અને એશિયા વચ્ચે જમીન માર્ગે અવરજવરને વ્યવહાર હેય એ બનવાજોગ છે. અલાસ્કા થઈને મનુષ્યની ટેળીઓ અને વૃદ એક ખંડમાંથી બીજા ખંડમાં આવતાંજતાં હશે. પાછળથી અવરજવરને આ વ્યવહાર તૂટી ગયું અને અમેરિકાના લોકોએ ધીમે ધીમે પિતાની જુદી જ સંસ્કૃતિ ખીલવી. એ ધ્યાનમાં રાખજે કે, આપણને માહિતી મળે છે તે મુજબ, એશિયા અને યુરોપ સાથે તેમને સંપર્ક થાય એવું કશું જ સાધન નહોતું. સેળમી સદીના છેવટના ભાગમાં “નવી દુનિયાની શોધ થઈ કહેવાય છે તે . પહેલાં એને બીજા દેશે જેડે ચાલુ સંપર્ક હોવાને કશે હેવાલ આપણને મળતું નથી. અમેરિકાની એ દુનિયા આપણાથી અતિશય દૂરની અને નિરાળી દુનિયા હતી અને યુરેપ કે એશિયામાં બનતા બનાવની અસરથી એ સાવ અસ્પષ્ટ હતી.
અમેરિકામાં સંસ્કૃતિનાં ત્રણ કેન્દ્રો હતાં એમ જણાય છે. મેકિસક, મધ્ય અમેરિકા અને પેરુ. ત્યાં આગળ સંસ્કૃતિને કયારે આરંભ થયે