Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
એશિયા અને યુરેપનું પુનરાવલોકન ૩૧૭ તે માત્ર એશિયા કે યુરેપની જ નહિ પણ આખી દુનિયાની અથવા તે સમસ્ત માનવજાતની સમસ્યાઓ છે. અને આખી દુનિયાને માટે આપણે તેનો ઉકેલ ન કરીએ ત્યાં સુધી દુનિયામાં મુસીબતો કાયમ ચાલુ જ રહેવાની. એવા ઉકેલને અર્થ એ જ હેઈ શકે કે સર્વત્ર ગરીબાઈ, દુઃખ તથા હાડમારીને અંત આવે. સંભવ છે કે, એમ થવાને ઘણે વખત લાગે, પરંતુ આપણે ધ્યેય તે એટલું ઊંચું જ રાખવું જોઈએ, એથી નીચું નહિ. એમ થાય તે જ કઈ દેશ કે વર્ગનું શેષણ થતું ન હોય એવી સમાનતાના પાયા ઉપર રચાયેલી સાચી સંસ્કૃતિ અને સુધારે આપણે પામી શકીએ. એ સમાજ પ્રગતિશીલ અને નવસર્જન કરતે સમાજ હશે. બદલાતી પરિસ્થિતિ સાથે તે સુયોગ સાધશે તથા તેના સભ્યના સહકાર ઉપર જ નિર્ભર રહેશે અને છેવટે આખી દુનિયામાં તે ફેલાશે. પ્રાચીન સંસ્કૃતિઓની પિઠે જમીનદોસ્ત થઈ જવાને કે સડી જવાને ભય એ સંસ્કૃતિને માટે નહિ રહે.
એથી કરીને હિંદની આઝાદીને માટે આપણે લડી રહ્યા છીએ ત્યારે આપણે એ લક્ષમાં રાખવું જોઈએ કે, મનુષ્યમાત્રની આઝાદી એ જ આપણું પરમ ધ્યેય છે અને તેમાં જ આપણી તેમજ બીજી પ્રજાઓની આઝાદીને સમાવેશ થઈ જાય છે.