Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ઈશુ પછીના પહેલા સહસ્ત્રાબ્દને અત ૩૦૭ હેરાન કર્યા કરતા હતા. વળી હવે તે એ સૌથી વધારે ભયંકર સેજુક તુર્ક લેકે તેની હસ્તીને પણ જોખમમાં મૂકી રહ્યા હતા. પરંતુ આટલી બધી હાડમારી અને આટલા બધા દુશ્મનોથી ઘેરાયેલું હોવા છતાંયે તે હજી બીજાં ચાર વરસ સુધી ભાગી પડયું નહિ. તેની આ અદ્ભુત ચીવટ કંઈક અંશે કોસ્ટાન્ટિનોપલના સ્થાનને આભારી હતી એમ કહી શકાય. દુશ્મનને તેનો કબજો લેવો અતિશય મુશ્કેલ પડે એવી જગ્યાએ તે વસેલું હતું. તે એટલે વખત ટકી રહ્યું એ કંઈક અંશે ગ્રીક લેકાએ બચાવની નવી રીત શોધી કાઢી હતી તેને આભારી હતું એમ પણ કહી શકાય. એ નવી રીતને “ગ્રીક અગ્નિ” કહેવામાં આવે છે. પાણી લાગતાં વેંત સળગી ઊઠે એવો પદાર્થ તેમણે શોધી કાઢયો હતે. આ “ગ્રીક અગ્નિ ”ની મદદથી કન્ઝાન્ટિનોપલના લેકે
સ્ફરસની સામુદ્રધુની ઓળંગીને આવતા લશ્કરનાં વહાણેને આગ લગાડીને તેમની ભારે ખાનાખરાબી કરતા.
ખ્રિસ્તી સંવતનાં પહેલાં હજાર વર્ષ પછી યુરોપને નકશે આવો હતા. પિતાનાં વહાણોમાં આવીને ભૂમધ્ય સમુદ્રના કાંઠા ઉપરનાં શહેર તથા ગામડાં લૂંટતા અને રંજાડતા તથા મધદરિયે વહાણ લૂંટતા નોર્થમેન અથવા નોર્મન લેકે વિષે પણ તેં જાણ્યું છે. સફળતા પ્રાપ્ત થવાને કારણે તેઓ આબરૂદાર બનતા જતા હતા. ફ્રાન્સમાં પશ્ચિમ તરફ નૌરમંડીમાં તેમણે વસવાટ કર્યો. કાન્સના તેમના એ સ્થાનમાંથી તેમણે ઇંગ્લંડ જીતી લીધું. તેમણે મુસલમાને પાસેથી સિસિલીને ટાપુ પણ જીતી લીધે તથા તેમાં દક્ષિણ ઇટાલીને ઉમેરે કરીને “સિસિલિયા” નામનું રાજ્ય સ્થાપ્યું.
- યુરોપની મધ્યમાં ઉત્તર સમુદ્રથી માંડીને રેમ સુધી “પવિત્ર રોમન સામ્રાજ્ય’ પથરાયેલું પડયું હતું. એમાં ઘણું રાજ્યોને સમાવેશ થતો હત અને પવિત્ર સામ્રાજ્યને સમ્રાટ એ બધાને વડે હતે. આ જર્મન સમ્રાટ અને રોમના પિપ વચ્ચે એકબીજા ઉપર પ્રભુત્વ મેળવવા માટે નિરંતર સ્પર્ધા ચાલ્યા કરતી. એમાં કોઈ વખત સમ્રાટ ફાવતે તે કોઈ વાર પિપને જીત મળતી. પરંતુ ધીમે ધીમે પિંપની સત્તા વધી ગઈ ધર્મબહાર મૂકવાની સત્તા એ તેમના હાથમાં ભયાનક હથિયાર હતું. કેમકે કોઈ પણ માણસને ધર્મબહાર મૂકવો એટલે તેને સંપૂર્ણપણે સામાજિક બહિષ્કાર કરે તથા બધાયે સામાજિક તથા રાજકીય હકથી તેને વંચિત કરો. એક ગર્વિષ્ઠ સમ્રાટને તે સમયના પિપે એટલી હદ