Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ઇસ્લામને ઉદય
ર૫૧ હેરેલિયસ સીરિયામાં ઈરાની લેકે જોડે યુદ્ધમાં રોકાયેલ હતું તે સમયે તેને આ ફરમાન મળ્યું; ઈરાનના રાજાને પણ એ ફરમાન મળ્યું હતું. વળી એમ પણ કહેવાય છે કે ચીનના સમ્રાટ તાઈ સાંગને પણ આ ફરમાન પહોંચાડવામાં આવ્યું હતું. આ સમ્રાટે અને રાજાઓને નવાઈ લાગી હશે કે તેમને હુકમ ફરમાવવાની હિંમત કરનાર એ અજાણ્યો આદમી તે કોણ હશે! મહંમદ સાહેબે આવા આદેશ મોકલ્યા હતા તે ઉપરથી તેમને પોતાની જાત ઉપર અને પિતાના કાર્ય પરત્વે કેટલે ભારે વિશ્વાસ હશે એને આપણને કંઈક અંદાજ આવે છે. અને આ આત્મવિશ્વાસ તથા શ્રદ્ધા તેમણે પિતાની પ્રજામાં રેડ્યાં અને તેમાંથી પ્રેરણા અને આશ્વાસન મેળવીને રણના આ મામૂલી લેકાએ તે વખતે જાણીતી લગભગ અધી દુનિયા જીતી લીધી.
આત્મવિશ્વાસ અને શ્રદ્ધા એ તત્ત્વતઃ ભારે વસ્તુઓ છે. એ ઉપરાંત ઈસ્લામે એ લોકોને ભ્રાતૃભાવને અર્થાત સર્વે મુસલમાને સમાન છે એ સંદેશ પણ આપ્યો. આ રીતે લેકે સમક્ષ અમુક રીતની પ્રજાતંત્રની ભાવના રજૂ થઈ તે સમયના ભ્રષ્ટ ખ્રિસ્તી ધર્મને મુકાબલે ભાઈચારાના આ આદેશે કેવળ આરબ લકે ઉપર જ નહિ પરંતુ તેઓ જે જે દેશમાં ગયા તે તે દેશના લેકે ઉપર પણ ભારે અસર કરી હશે.
હિજરત પછી દશ વર્ષ બાદ ૬૩૨ની સાલમાં મહંમદ સાહેબ મરણ પામ્યા. અરબસ્તાનની આપસમાં એકબીજા સાથે લડતી અનેક જાતિઓમાંથી એક પ્રજા નિર્માણ કરવામાં અને તેમનામાં ધ્યેયને માટેની ધગશ પેદા કરવામાં તે ફતેહમંદ થયા. એમના પછી અબ્બકર નામના તેમના જ એક કુટુંબી ખલીફા થયા. જાહેર સભામાં સામાન્ય સંમતિથી ચૂંટણી કરીને ખલીફાના વારસની નિમણૂક કરવામાં આવતી. બે વરસ પછી અબ્બકર મરણ પામ્યા અને તેમની જગ્યાએ ઉમર આવ્યા. તે દશ વરસ સુધી ખલીફા રહ્યા.
અબૂબકર અને ઉમર મહાપુરુષા હતા અને તેમણે અરબસ્તાન તેમ જ ઇસ્લામની મહત્તાને પાયો નાખ્યો. ખલીફા તરીકે તે ધર્મના તેમ જ રાજ્યના પણ વડા હતા. એટલે કે તેઓ રાજા અને ધર્મગુરુ બંને હતા. તેમની પદવી ઊંચી હતી અને રાજ્યની સત્તા ઉત્તરોત્તર વધતી જતી હતી છતાંયે તેમણે જીવનની સાદાઈ છેડી નહિ અને હમાઠ તથા એશઆરામથી તેઓ અળગા રહ્યા. ઇસ્લામની પ્રજાતંત્રની ભાવના તેમને માટે જીવતી જાગતી વસ્તુ હતી. પરંતુ તેમના પિતાના જ