Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૨૩૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન હિસ્સાઓમાં વહેંચી નાખવો એ મુશ્કેલ છે. સામાન્ય રીતે એમ કરવું ઉચિત પણ નથી. ઈતિહાસ એ તે એક વહેતી નદીના જેવું છે. નદીની માફક તે નિરંતર વહ્યા જ કરે છે. એમ છતાં પણ તે બદલાતા રહે છે અને કેટલીક વાર તેને એક તબકકે પૂરે થતા અને બીજાને આરંભ થતે આપણે જોઈ શકીએ છીએ. પરંતુ આ ફેરફારે એકાએક નથી થતા; એક સ્થિતિ બીજી સ્થિતિમાં પલટાઈ જાય છે અને એ રીતે બધાં પરિવર્તને એકબીજા સાથે સંકળાયેલાં હોય છે. આમ હિંદને લાગેવળગે છે ત્યાં સુધી ઇતિહાસના અનંત નાટકના એક અંકને છેડે આપણે આવી પહોંચ્યાં છીએ. જેને હિંદુ યુગ કહેવામાં આવે છે તે ધીરે ધીરે પૂરે થાય છે અને કેટલાંક હજાર વરસ સુધી ખીલતી રહેલી હિંદી આર્ય સંસ્કૃતિને એક નવી જ આવેલી સંસ્કૃતિને સામને કરે પડે છે. પરંતુ આ ફેરફાર ઓચિંતે નહોતે થયો એ તે લક્ષમાં રાખજે. એ પરિવર્તનની ક્રિયા ધીમેધીમે થઈ હતી. મહમૂદની સાથે ઉત્તર હિંદમાં ઈસ્લામ દાખલ થયો. મુસલમાનોના એ વિજયની લાંબા વખત સુધી દક્ષિણ હિંદ ઉપર અસર નહોતી થઈ અને બસો વરસ સુધી તે બંગાળ પણ એ અસરથી મુક્ત રહ્યું હતું. આગળ ઉપર જે પિતાની સાહસપૂર્ણ વીરતા માટે મશહૂર થવાનું હતું તે ચિતડ ઉત્તરમાં રજપૂત જાતિઓના સંગઠનનું કેન્દ્ર બનતું આપણને માલૂમ પડે છે. પરંતુ મુસલમાનના વિજય સુવાળ નિશ્ચિતપણે અને અનિવાર્ય રીતે આગળ વધી રહ્યો હતા અને ચાહે એટલી વ્યક્તિગત હિંમત પણ તેને ખાળી શકે એમ નહોતું. પ્રાચીન આર્ય હિંદની અવનતિ થતી જતી હતી એમાં જરાયે શંકા નથી.
પરદેશીઓ અને વિજેતાઓને ખાળવા માટે અસમર્થ નીવડતાં હિંદી આર્ય સંસ્કૃતિએ આત્મરક્ષાની નીતિ અખત્યાર કરી. પિતાને બચાવ કરવાનો પ્રયાસ કરતાં તેણે પિતાની આસપાસ જડ કલેવર યા કવચ નિર્માણ કર્યું. જેમાં આજ સુધી વિકાસનું તત્વ હતું તે જ્ઞાતિવ્યવસ્થાને તેણે વધારે ચુસ્ત અને જડ કરી મૂકી. પિતાના સ્ત્રીવર્ગની સ્વતંત્રતા તેણે ઓછી કરી નાખી. તેની ગ્રામપંચાયતોની સુધ્ધાં દુર્દશા કરવામાં આવી. પરંતુ વધારે વીર્યશાળી જાતિઓની સામે તેની અવનતિ થતી જતી હતી તે સ્થિતિમાં પણ તેણે તેમના ઉપર પિતાને પ્રભાવ પાડવાને અને તેમને પિતાની રીતે ઘડવાનો પ્રયાસ કર્યો. અને આ આર્ય સંસ્કૃતિમાં સમન્વય કરવાની અને બીજાઓને પિતામાં સમાવી