Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૩૦૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન તેમજ બીજી એવી બાબતમાં આપણે વધારે ને વધારે ગૂંચવાતાં ગયાં અને ઘણી વાર માનવીના વિકાસને ઝાંખો માર્ગ આપણી નજર આગળથી ખસી ગયે. આપણે તે ઈતિહાસના પટને કેવળ ઉપર ઉપરથી નિહાળી ગયાં. મેં તે માત્ર પ્રાચીન કાળની ઘટનાઓનું માળખું તારી આગળ રજૂ કર્યું છે. એને રુધિરમાંસથી ભરી દઈને તારી સમક્ષ એક જીવંત અને પ્રાણવાન વસ્તુ તરીકે રજૂ કરવાની મારામાં શક્તિ હોત તે કેવું સારુ.
પરંતુ મારામાં એ શક્તિ નથી. એટલે ઘટનાઓના એ માળખાને જીવંત બનાવવાને ચમત્કાર કરવા માટે તારે તારી કલ્પનાશક્તિ ઉપર જ આધાર રાખવો રહ્યો. આમ પ્રાચીન ઇતિહાસ વિષે તું બીજાં ઘણાં સારાં પુસ્તકમાંથી વાંચી શકે છે તે પછી મારે એ વિષે શાને લખવું? આવી જાતને સંશય મને વારંવાર આવ્યા કરે છે, છતાંયે મેં લખવાનું જારી રાખ્યું છે, અને મને લાગે છે કે હજીયે તે હું ચાલુ રાખીશ. મેં તને આપેલું વચન મને યાદ છે અને તે પાળવાને હું પૂરે પ્રયત્ન કરીશ. પરંતુ એથીયે વધારે સાચું તે એ છે કે, આ પત્ર લખતી વખતે તારા સ્મરણથી મને અતિશય આનંદ થાય છે; કેમકે જ્યારે હું આ પત્ર લખવા બેસું છું ત્યારે જાણે તું મારી સમીપ બેઠી હોય અને આપણે પરસ્પર વાત કરતાં હોઈએ એવી લાગણી હું અનુભવું છું.
માનવી પડતેઆખડત અને લપાતો છુપાતે જંગલમાંથી બહાર નીકળે ત્યારથી માંડીને તેના વિકાસની પ્રગતિ વિષે મેં ઉપર લખ્યું છે. તેને આ વિકાસક્રમ હજારે વરસ લાગે છે. પરંતુ પૃથ્વીની કથા અને તેના ઉપર મનુષ્યના આગમન પહેલાં વહી ગયેલા યુગ-યુગાન્તરોને મુકાબલે એ સમયે કેટલે બધે ટ્રકે છે ! પણ તેના પહેલાં આ પૃથ્વી ઉપર થઈ ગયેલાં બીજાં અનેક મહાકાય જાનવરો કરતાં સ્વાભાવિક રીતે જ માનવીનું મહત્ત્વ આપણે માટે વિશેષ છે. તેનું મહત્વ વિશેષ હેવાનું કારણ એ છે કે, ઇતર પ્રાણીઓ પાસે ન હતી એવી એક નવીન વસ્તુ તે પિતાની સાથે લાવ્યા હતા. આ નવી વસ્તુ તે તેનું મન, તેની જિજ્ઞાસા અથવા તૂહલવૃત્તિ એટલે કે નવું નવું શોધવાની તથા શીખવાની વૃત્તિ. આ રીતે માનવીની ખોજ છેક પ્રાચીન કાળથી શરૂ થઈ છે. કેઈ એક નાના બાળકનું નિરીક્ષણ કર અને જે કે, તે પિતાની આસપાસની નવી અને અદ્ભુત દુનિયાને કેવી રીતે નિહાળે છે; વસ્તુઓ તથા માણસને ઓળખતાં શીખવાને તે કેવી