Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ક
જગતના ઇતિહાસનુ” રેખાદર્શન
અને અનેક સદીઓથી મળતી આવતી ભેટનું દ્રવ્ય ત્યાં એકઠુ થયું હતું. એમ કહેવાય છે કે મહમૂદ ત્યાં પહોંચ્યા ત્યારે, જેમની તે પૂજા કરતા હતા તે દેવ ચમત્કારથી તેમને ઉગારી લેશે એવી આશાથી હજારો લાકાએ સામનાથના મંદિરમાં આશરો લીધો હતો. પરંતુ હાળુ લોકેાની કલ્પના સિવાય અન્યત્ર જવલ્લે જ ચમત્કાર થાય છે. મહમૂદે દિર તોડયું અને તે છૂટયું પરંતુ જેની આશા રાખવામાં આવી હતી તે ચમત્કાર તા બન્યા નહિ અને પચાસ હજાર માણ્યાનો નારા થયા.
૧૦૩૦ની સાલમાં મહમુદ મરણ પામ્યા. એ સમયે આખે પ ંજાબ અને સિંધ તેની હકૂમત નીચે હતાં. હિંદમાં આવીને ઇસ્લામને ફેલાવો કરનાર એક મહાન નેતા તરીકે તેને ગણવામાં આવે છે. મેોટા ભાગના મુસલમાને તેના પ્રત્યે ભારે માનની નજરે જુએ છે અને મોટા ભાગના હિંદુઓ તેને ધિક્કારે છે. ખરી રીતે તેને ભાગ્યે જ ધાર્મિક માણસ ગણી શકાય. તે જાતે મુસલમાન હતા એ ખરું પરંતુ તે તેા અકસ્માત જ ગણાય. ખાસ કરીને તે યોદ્દો હતો અતિશય પ્રતિભાશાળા યોદ્ધો હતા. કમભાગ્યે બીજા યાદ્દાઓની જેમ તે જીત મેળવવા અને લૂંટ કરવા હિંદમાં આવ્યો હતે; અને તે ચાહે તે ધર્મ ના હાત તો પણ તે એમ જ કરત. તેણે સિંધના મુસલમાન રાજાને પણ ડરાવ્યા હતા. તે તેને તાબે થયા અને તેને ખંડણી આપવાને કબૂલ થયા ત્યારે જ તેણે તેમને ક્યા એ ીના યાદ રાખવા જેવી છે. બગદાદના ખલીકને પણ મારી નાખવાની તેણે દાટી આપી હતી અને તેની પાસેથી સમરક ંદની તેણે માગણી કરી હતી. એથી કરીને મહમૂદને એક સફળ યાહ્યા કરતાં વિશેષ ગણવાની ભૂલમાં આપણે ન ફસાવું જોઈ એ.
મહમૂદ હિંદમાંથી સંખ્યાબંધ સ્થપતિ, સલાટો, અને બીજા કારીગરો ગઝની લઈ ગયા અને તેમની પાસે ત્યાં આગળ એક સુંદર મસીદ બંધાવી. તેનું નામ તેણે ઉસે જન્નત ' સ્વર્ગીય વધૂ એવું રાખ્યું, બાગબગીચાના તે ખૂબ શોખીન હતા.
"
મહમૂદે આપણને મથુરાના ઝાંખા ખ્યાલ આપ્યા છે. એ ઉપરથી મથુરા તે સમયે કેવડું મોટું શહેર હશે તેની આપણને કાંઇક કલ્પના આવે છે. ગઝનીના સૂક્ષ્માને તેણે લખેલા પત્રમાં તે જણાવે છે, · અહીં આગળ ( મથુરામાં ) મુસલમાનાના ઇમાન જેવી દૃઢ એક હજાર મારતો
: