Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ર૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન આવ્યો હતો પરંતુ એ રીતે તેણે એને સારી પેઠે ફાયદો ઉઠાવ્યો. ધર્મનું નામ લઈને આ જ સુધીમાં લેકેએ અનેક વાર લાભ ઉઠાવ્યો છે.
પરંતુ માણસના વિચારે અને ખ્યાલે યુગે યુગે બદલાતા રહે છે એટલે ઘણા લાંબા વખત ઉપર થઈ ગયેલા લેકે વિષે અભિપ્રાય બાંધવાનું આપણે માટે અતિશય મુશ્કેલ છે. આ વાત આપણે લક્ષમાં રાખવી જોઈએ. આજે આપણને નિર્વિવાદ લાગતી ઘણીખરી બાબતે તેમને અતિશય વિચિત્ર લાગતી હશે તેમ તેમની ટેવ, રહેણીકરણી અને આચારવિચારે આપણને વિચિત્ર ભાસે છે. જે સમયે લે કે મહાન આદર્શોની, પવિત્ર સામ્રાજ્યની, ઈશ્વરના પ્રતિનિધિ અને ઈશુના પ્રતિનિધિ તરીકે પેપની વાત કરતા હતા ત્યારે પશ્ચિમ દુર્દશાની છેલ્લી કક્ષાએ પહોંચ્યું હતું. શાર્લમેનના અમલ પછી થેડા જ વખતમાં રોમ અને ઇટાલીની હાલત અતિશય ખરાબ થઈ ગઈ હતી. આપણને ઘણું પેદા થાય એવાં ભ્રષ્ટ સ્ત્રીપુરુષે રેમમાં તેમના મનમાં આવે તેમ વર્તતાં હતાં અને મરછમાં આવે તેને પપ બનાવતાં અથવા તેને સ્થાનભ્રષ્ટ કરતાં હતાં. ખરેખર, રોમના પતન પછી પશ્ચિમ યુરોપમાં સર્વત્ર જે અવ્યવસ્થા વ્યાપી રહી એને કારણે ઘણા લેકે એમ વિચારવાને પ્રેરાયા કે સામ્રાજ્યને જે ફરીથી સજીવન કરવામાં આવે તે સ્થિતિ સુધરવા પામે. વળી પ્રતિષ્ઠાને ખાતર પણ સમ્રાટ હોવો જોઈએ એમ માનનારા પણ ઘણું લેકે હતા. તે સમયને એક પ્રાચીન લેખક કહે છે કે, “ખ્રિસ્તી લેકેમાંથી સમ્રાટનું નામ ભૂંસાઈ જાય તે વિધમી લેકે તેમનું અપમાન કરે’ એટલા ખાતર ચાર્લ્સને સમ્રાટ બનાવવામાં આવ્યું હતું.
શાર્લમેનના સામ્રાજ્યમાં કાંસ, બેલ્જિયમ, હેલેંડ, સ્વિટ્ઝરલેંડ, અર્ધ જર્મની અને અર્ધા ઈટાલીને સમાવેશ થતો હતો. તેની ને સ્પેનમાં આરબનું રાજ્ય હતું, ઈશાનમાં સ્ત્રાવ અને બીજી જાતિઓ હતી, ઉત્તરે ડેન અને નોર્થમેન હતા, અગ્નિ ખૂણામાં બબ્બેરિયન અને સર્બિયન લેકે હતા અને તેની પેલી બાજુ કાન્ટિનોપલના અમલ હેઠળનું પૂર્વનું રોમન સામ્રાજ્ય હતું.
૮૧૪ની સાલમાં શાર્લમેન મરણ પામે. એના મૃત્યુ પછી તરત જ સામ્રાજ્યની સંપત્તિની વહેંચણી માટે ઝઘડા ઊભા થયા. તેના વંશજેમાં તેઓ ચાર્લ્સના લેટિન નામ કેલસ ઉપરથી કાલેવિંજિયન કહેવાય છે– ઝાઝે માલ નહેતે એ તેમનાં ઉપનામ ઉપરથી જણાય