Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૨૦૩
યુરોપની ડ્યૂડલ અથવા સામન્ત સમાજવ્યવસ્થા યુરોપમાં પ્રવર્તેલી અવ્યવસ્થામાંથી ધીમે ધીમે આ ચૂડલ પ્રથા અથવા વ્યવસ્થા ઉપ્તન્ન થઈ. તારે એ લક્ષમાં રાખવું જોઈએ કે તે સમયે ચાંયે જેને આપણે મધ્યસ્થ રાજ્યતંત્ર કહી શકીએ એવું કશું જ નહોતું. ત્યાં આગળ નહાતા પાલીસા કે વ્યવસ્થા જાળવવા માટે નહાતી એવી ખીજી કાઈ વ્યવસ્થા યા પ્રબંધ. જમીનના કાઈ પણ ટુકડાનાં માલિક તેને શાસક અને લૉર્ડ અથવા સ્વામી હતા એટલું જ નહિ પણ તે જમીન ઉપર રહેનારી બધી આમ વસ્તીને! પણ તે શાસક તેમજ લૉર્ડ અથવા પ્રભુ હતા. તે એક નાનકડા રાજા જેવા હતા અને ખેડૂતની સેવા તથા તેમના તરફથી મળતા અનાજના હિસ્સાના બદલામાં તેમનું રક્ષણ કરવાની તેની ક્રુજ હતી એમ માનવામાં આવતું હતું. પેાતાની જમીન ઉપર વસતી આમ પ્રશ્નના તે લીજલા એટલે કે હાકાર કહેવાતા અને તે લેાકા તેના વિલિન અથવા સ એટલે કે આસામી યા દાસ ગણાતા. સિદ્ધાંતની દૃષ્ટિએ તેની માલકીની જમીન તેને તેના ઉપરી મોટા લોડ તરફથી મળેલી ગણાતી. અને નાના લૅડ તેને ‘ વૅસલ ’ એટલે કે સામન્ત કહેવાતા અને તે પોતાના ઉપરી લોર્ડને લશ્કરી મદદ આપતા.
ચર્ચા એટલે કે ખ્રિસ્તી ધર્મ સંધના અધિકારી સુધ્ધાં આ ચૂડલ વ્યવસ્થાના અંગભૂત હતા. તેઓ જેમ ધર્માધિકારી હતા તેમ લોડ અથવા વૅસલ એટલે કે સામન્તા પણ હતા. આમ જર્મનીમાં લગભગ અર્ધા ભાગની જમીન તથા સંપત્તિ બિશપો અથવા પરગણાંના વડા ધર્માધિકારીઓ અને ઍખટા એટલે કે મહાધિપતિના હાથમાં હતી. પોપ પોતે પણ એક મોટા ચૂડલ લૉર્ડ ગણાતા હતા.
આ ઉપરથી તને માલૂમ પડશે કે આ આખી વ્યવસ્થા ચડતાઊતરતા દરજ્જા અને વર્ગો ઉપર રચાયેલી હતી. એમાં સમાનતાની તો વાત જ નહેાતી. એની છેક નીચે વિલિના અથવા સાઁ એટલે કે દાસ લોકોના બહોળા સમુદાય હતા અને તેમને, છેક નાના લૉર્ડથી માંડીને મેટા લોડ, તેમનાથી વળી મોટા લો અને છેવટે કિંગ અથવા રાજા વગેરે સૌના એટલે કે આખી સમાજવ્યવસ્થાના ખાજો ઉપાડવાના હતો. વળી ચને અંગેના બધા ખરચ — બિશપ, ઍટ, કાર્ડિ નલ તથા મામૂલી સ્થાનિક ધર્માધિકારી અથવા પાદરી વગેરેના — તે જો પણ તેમના ઉપર જ પડતા. અનાજ પકવવાનું કે બીજી કઈ સ ંપત્તિ પેદા થાય એવું કઈ પણ કામ નાના કે માટે કાઈ પણ લોડ કરતા નહાતા.