Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૨૯૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન કરે છે. વાંગના કેટલાક વિચારે તે આપણને નવાઈ લાગે એટલા આધુનિક હતા. ગરીબ લોકે ઉપરનો કર બોજો હળવો કરી કર ભરી શકે એવા ધનિક લેકો ઉપર તે વધારવાને તેને એકમાત્ર આશય હતો. તેણે જમીન મહેસૂલ ઓછું કર્યું અને નાણાંથી ભરવું મુશ્કેલ પડે તે અનાજ વગેરે ખેતીની પેદાશથી તે ભરવાની ખેડૂતને છૂટ આપી. ધનિક લેકો ઉપર તેણે આવકવેરે નાખે. આવકવેરે એ આધુનિક જમાનામાં શોધાયેલે કર ગણાય છે પરંતુ આપણે જોઈએ છીએ કે ૯૦૦ વરસ ઉપર ચીનમાં એની એજના થઈ હતી. ખેડ તેને સહાય કરવા માટે તેણે એવી પણ લેજના કરી હતી કે રાજ્ય તેમને નાણાં ધીરવાં અને ફસલ ઉપર તેઓ એ નાણાં પાછાં રાજ્યને ભરપાઈ કરે. અનાજના ભાવમાં વધઘટ થતી હતી એ મુશ્કેલીને પણ તેડ લાવવાનું હતું. જ્યારે બજારભાવ ઘટી જાય ત્યારે ગરીબ ખેડ તેને ખેતીની પેદાશની બહુ ઓછી કિંમત મળે. આથી તેઓ પોતાનો માલ વેચી શકે નહિ; પછી બીજી કંઈ પણ વસ્તુ ખરીદવા કે મહેસૂલ ભરવા તેમને નાણાં ક્યાંથી મળી શકે ? વાંગ-આન-શીએ આ મુશ્કેલીને તેડ કાઢવાને પણ પ્રયાસ કર્યો. તેણે એવી સૂચના કરી કે ભાવની વધઘટ થતી અટકાવવા માટે સરકારે પોતે જ અનાજ ખરીદવું અને વેચવું જોઈએ.
વાંગે એવી પણ સૂચના કરી હતી કે જાહેર કામને માટે લેકે પાસે વેઠ ન કરાવવી જોઈએ, અને કામ કરનાર દરેક માણસને તેની મજૂરીનું પૂરેપૂરું મહેનતાણું આપવું જોઈએ. તેણે સ્થાનિક સેનાઓની પણ લેજના કરી હતી. એ સેનાનું નામ “પાઓ-ચિયા” હતું. પરંતુ દુર્ભાગ્યે વાંગ પિતાના જમાનાથી ઘણો આગળ હતા અને ટૂંક સમયમાં જ તેના સુધારાઓ રદ થયા. એક માત્ર તેની સ્થાનિક સેના ૮૦૦ વરસથી પણ વધારે વખત સુધી કાયમ રહી.
તેમની સામેના પ્રશ્નોનો ઉકેલ લાવવા જેટલા સમર્થ ન હોવાથી સંગ સમાટે ધીમે ધીમે એ મુશ્કેલીઓથી હારી ગયા. અને ઉત્તરની ખિતાન નામની બર્બર જાતિ આગળ તેમનું કંઈ ચાલ્યું નહિ. તેઓ તેમને હાંકી કાઢી ન શક્યા એટલે તેમણે વાયવ્ય તરફની કીન એટલે કે સુવર્ણ તારા નામની જાતિને પિતાની મદદે બોલાવી. એ કીન લકોએ ખિતાનોને તે હાંકી કાઢવ્યા પરંતુ તેમણે પોતે ત્યાંથી ખસવાની સાફ ન પાડી ! સબળાની મદદ યાચતા કોઈ પણ કમજોર દેશ કે વ્યક્તિની સામાન્ય રીતે એ જ દશા થાય છે. કીન લેકે ઉત્તર ચીનના