Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન
આમ ચુડલ સમાજવ્યવસ્થામાં સમાનતા કે સ્વત ંત્રતાના પ્યાલ સરખાયે ન હતા. એમાં તો કેવળ હક અને ક્રૂરજને જ ખ્યાલ હતો. એટલે કે લાડ પોતાના હક તરીકે લેાકેાની સેવા અને તેમના ખેતરમાં પાકેલી વસ્તુનો અમુક હિસ્સો લે અને બદલામાં તેમનું રક્ષણ કરવાની તે પોતાની ફરજ માનતા. પણ સામાન્ય રીતે હા જ હમેશાં યાદ રાખવામાં આવે છે અને ધણુંખરું કરજો વીસરાઈ જાય છે. આજે પણ યુરોપના કેટલાક દેશોમાં તેમજ હિંદમાં મોટા મોટા જમીનદારો છે. તે લેશમાત્ર પરિશ્રમ કર્યા વિના કિસાન પાસેથી સાંથના રૂપમાં અઢળક રકમ વસૂલ કરે છે. પરંતુ પોતાની ફરજનો ખ્યાલ સરખા પણ જમાના થયાં ભૂલી ગયા છે.
તે
२८९
જેમને પોતાની સ્વતંત્રતા અતિશય પ્રિય હતી એવી યુરોપની પ્રાચીન બર્ જાતિઓએ જેમાં સ્વતંત્રતાના સદંતર અભાવ હતા એવી રૃડલ વ્યવસ્થાને ચલાવી લેવાનું ધીરે ધીરે કેવી રીતે મન વાળ્યું એ નવાઈ પામવા જેવી વાત છે. આ જાતિએ પોતાના નાયકા ચૂટતી અને તેમના ઉપર અંકુશ રાખતી. પણ હવે તે સર્વત્ર નિરંકુશ અને આપખુદીભર્યું શાસન આપણા જોવામાં આવે છે અને ચૂંટણીનું નામ સરખું પણ સંભળાતું નથી. આ ફેરફાર શાથી થયે એ હું કહી શકું એમ નથી. સંભવ છે કે, ચર્ચ યા ખ્રિસ્તી ધર્મ સંધે પ્રચાર કરેલા સિદ્ધાંતા આ પ્રજાતંત્ર વિરોધી પ્યાલા ફેલાવવામાં મદદરૂપ નીવડ્યા હોય. રાજા એ પૃથ્વી ઉપર ઈશ્વરની છાયારૂપ બની ગયા અને પરમેશ્વરની છાયા સાથે પણ અદના માણસ કેવી રીતે દલીલ કરી શકે યા તો તેના હુકમનો અનાદર કરી શકે? આ ક્યૂડલ વ્યવસ્થા તા સ્વર્ગ તેમજ પૃથ્વી બંનેને પોતાનામાં સમાવી દેતી હોય એમ જણાય છે.
હિંદમાં પણ સ્વતંત્રતાના પ્રાચીન આર્ય ખ્યાલો ધીમે ધીમે આપણને પલટાતા જતા દેખાય છે. એ ખ્યાલે ઉત્તરોત્તર નબળા પડતા ગયા અને છેવટે લગભગ ભુલાઈ ગયા. પરંતુ મેં તને આગળ ઉપર જણાવ્યું હતું તેમ મધ્યયુગની શરૂઆતના સમયમાં એ ખ્યાલ કંઇક અંશે જળવાઈ રહ્યા હતા. શુક્રાચાર્યના ‘નીતિસાર ’ અને દક્ષિણ હિંદના કેટલાક લેખા ઉપરથી આપણને એ વાતની પ્રતીતિ થાય છે.
નવી ઊભી થતી વ્યવસ્થા મારફતે યુરોપમાં ધીમે ધીમે અ ંશતઃ સ્વતંત્રતાનેા કરી પાછો ઉદય થવા લાગ્યા. જમીનના માલિક અને તેના ઉપર મજૂરી કરનારા, એટલે કે અમીર લો` અને તેમના સ
C