Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૨૮૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન તે પચાવી પાડતા અને બીજો કોઈ તેમના કરતાં બળિયે આવીને તેમની પાસેથી તે આંચકી લે ત્યાં સુધી તેઓ તેને પિતાના કબજામાં રાખતા. ઠેકઠેકાણે મજબૂત કિલ્લાઓ બંધાયા અને એ કિલ્લાના માલિક જેઓ લૉર્ડ કહેવાતા તેઓ પિતાની ટળી લઈને બીજે ક્યાંક દરેડે પાડવા માટે બહાર નીકળી પડતા. તેઓ આસપાસના પ્રદેશને લૂંટતા અને રંજાડતા તથા કદી કદી તેમના જેવા બીજા કોઈ કિલ્લાના જોર્ડ જોડે યુદ્ધ પણ કરતા. એથી કરીને ગરીબ ખેડૂત અને જમીન ઉપર કામ કરનારા મજૂરને સાથી વિશેષ વેઠવું પડતું. આ પ્રકારની અવ્યવસ્થામાંથી ક્યાલ પદ્ધતિની સમાજવ્યવસ્થા અથવા સામન્ત–પ્રથા ઉદ્ભવી. જમીન ખેડનારો વર્ગ સંગઠિત નહોતું અને એ વર્ગના લેકે આ લૂંટારુ સરદારે–જેમને બૈરન કહેવામાં આવતા તેમની–સામે પિતાનું રક્ષણ કરી શકતા નહોતા. વળી તેમનું રક્ષણ કરી શકે એવું બળવાન મધ્યસ્થ રાજ્યતંત્ર પણ તે વખતે નહોતું. આ વિકટ પરિસ્થિતિમાંથી તેમણે બની શકે તેવો માર્ગ કાઢ્યો અને તેમને લૂંટતા લેર્ડ એટલે કે કિલ્લાના માલિક જડે તેઓ સમજૂતી ઉપર આવ્યા. તે તેમને લૂંટે કે બીજી કોઈ રીતે કનડે નહિ તથા તેના જેવા બીજાઓથી તેમનું રક્ષણ કરે તે તેમના ખેતરના ઉત્પન્નને અમુક ભાગ તેને આપવા તથા બીજી રીતે પણ તેની સેવા કરવા તેઓ કબૂલ થયા. એ જ રીતે નાના કિલ્લાને લેર્ડ અથવા માલિક પણ મેટા કિલ્લાના ઑર્ડ અથવા માલિક જોડે સમજૂતી પર આવ્યો. પરંતુ આ નાનો ઑર્ડ મેટા લૉર્ડને જમીનની કોઈ પણ ઊપજ આપી શકે તેમ નહોતું, કેમકે તે પોતે ખેડૂત નહોતે તેમજ ખેતી કરીને કશું પેદા કરતે નહતા. આથી તેણે લશ્કરી મદદ આપવાનું એટલે કે જ્યારે જરૂર પડે ત્યારે મોટા લઈને પડખે રહીને લડવાનું વચન આપ્યું. એના બદલામાં મેટા જોડે નાનાનું રક્ષણ કરવાનું હતું. આ નાને લૈર્ડ મેટાને વૅસલ અથવા સામાન્ત અને મોટો તેને લૉર્ડ અથવા સ્વામી ગણાત. આ રીતે નાનાથી મેટા એ પ્રમાણે ક્રમશઃ આગળ વધતાં એ શ્રેણીમાં એથીયે વધારે મેટા લૉર્ડ અને નેબેલે અથવા ઉમરા આવતા અને તેથી પણ આગળ વધતાં છેવટે આ ફડલ વ્યવસ્થાની ટોચ ઉપર રાજા આવે. પરંતુ આ પરંપરા આટલેથી જ અટકતી નહતી. તેમને મન તે સ્વર્ગમાં પણ સ્વર્ગને અનુકૂળ ફડલ વ્યવસ્થા હતી. ત્યાં પણ દેવની ત્રિમૂર્તિ હતી અને ઈશ્વર તેને વરિષ્ઠ લેર્ડ અથવા રાજા હતે !