Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૨૦૦
જગતના ઇતિહાસનું રેખાદર્શન આ અરસામાં ઉત્તર યુરોપના લેકે વહાણમાં બેસીને પશ્ચિમ તથા દક્ષિણના દેશમાં આવવા લાગ્યા. ત્યાં આગળ તેમણે લેકેની કતલ કરી, આગ લગાડી અને લૂંટફાટ કરી. લૂંટફાટ અને રંજાડ કરવા માટે ઈંગ્લેંડ ગયેલા ડેન અને બીજા નૉર્થમેને વિષે વાંચ્યું હશે. જેઓ પાછળથી નર્મનને નામે ઓળખાયા તે આ નોર્થમેન અથવા નર્સમેન લેકે ભૂમધ્ય સમુદ્ર સુધી ગયા અને પછી પિતાનાં વહાણમાં બેસીને મોટી મોટી નદીઓ વાટે દેશના ઉપરના ભાગોમાં પહોંચ્યા. આ રીતે તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં તેમણે લૂંટફાટ અને કતલ ચલાવી. ઈટાલીમાં અરાજક સ્થિતિ પ્રવર્તતી હતી અને રેમ અતિશય બૂરી દશામાં આવી પડ્યું હતું. આ લોકોએ રેમ લૂંટયું અને કોન્સ્ટાન્ટિનોપલને પણ ધમકી આપી. આ ધાડપાડુ અને લૂંટારા લેકેએ નોર્મન્ડી જ્યાં આવેલું છે તે કાંસને વાયવ્ય ખૂણને ભાગ, દક્ષિણ ઈટાલી અને સિસિલી કબજે કર્યા તથા ધીરે ધીરે ઠરીઠામ થઈને ત્યાં રહેવા માંડયું અને તે પ્રદેશના તેઓ ઉમરાવ અને જમીનદાર બની બેઠા. તવંગર થયા પછી લૂંટારાઓ સામાન્ય રીતે એમ જ કરે છે. કાંસના નોર્મન્ડી પ્રાંતના આ નર્મન લકોએ ૧૦૬ની સાલમાં “વિજેતા” ઉપનામથી ઓળખાતા વિલિયમની સરદારી નીચે ત્યાં જઈને ઈગ્લેંડ જીતી લીધું. આ રીતે આપણે ઇગ્લેંડને પણ આકાર ધારણ કરતું જોઈ શકીએ છીએ. '
આમ હવે આપણે યુરોપમાં ઈસવી સનેનાં લગભગ પહેલાં હજાર વરસના અંત સુધી આવી પહોંચ્યાં છીએ. આ અરસામાં ગઝનીને મહમૂદ હિંદ ઉપર હુમલા કરતું હતું તેમજ લગભગ એ જ અરસામાં બગદાદમાં અબ્બાસી ખલીફાની સત્તા તૂટવા લાગી હતી અને સેજુક તુર્ક લેકે પશ્ચિમ એશિયામાં ઇસ્લામનું પુનરુત્થાન કરી રહ્યા હતા. પેનમાં હજુ આરબની સત્તા જ ચાલુ હતી પરંતુ તેઓ તેમના અરબસ્તાનના વતનથી સાવ અલગ પડી ગયા હતા તથા બગદાદના રાજકર્તાઓ જોડે તેમને સારો સંબંધ નહોતે. ઉત્તર આફ્રિકા બગદાદથી લગભગ સ્વતંત્ર થઈ ગયું હતું. મીસરમાં સ્વતંત્ર રાજ્ય હતું એટલું જ નહિ પણ ત્યાં આગળ અલગ ખિલાફત પણ સ્થાપવામાં આવી હતી તથા થોડા સમય માટે તે મીસરના ખલીફે ઉત્તર આફ્રિકા ઉપર પણ રાજ્ય કર્યું હતું.