Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ર૭ જગતના ઇતિહાસનું રેખાદર્શન મે કહ્યું એ બાબતમાં પિપ અને સમ્રાટ વચ્ચે કેટલીક સદીઓ સુધી ઝઘડે ચાલ્યા કર્યો. પરંતુ એ પણ હવે પછી બનવાનું હતું. આશ્ચર્યની વાત તે એ છે કે, રામ જ્યારે દુનિયાનું સ્વામી ગણાતું હતું અને રોમન સામ્રાજ્ય તેની પરાકાષ્ટાએ હતું ત્યારે તેના જ પુનરુત્થાન રૂપ આ નવું સામ્રાજ્ય મનાતું હતું. પરંતુ આ સામ્રાજ્યમાં ખ્રિસ્તી ધર્મની અથવા ખિસ્તી જગતની એક નવી ભાવના ઉમેરાઈ હતી. એથી કરીને એ “પવિત્ર સામ્રાજ્ય કહેવાતું હતું. એને સમ્રાટ પૃથ્વી ઉપર એક પ્રકારને ઈશ્વરને પ્રતિનિધિ મનાતે હતે. તે જ પ્રમાણે પિપ પણ દુનિયા ઉપર ઈશ્વરને પ્રતિનિધિ ગણાતું હતું. સમ્રાટ રાજકીય બાબતો સમાલો અને પિપ ધાર્મિક બાબતે. કંઈ નહિ તે એ વિષે આ પ્રકારની માન્યતા પ્રવર્તતી હતી. અને મારા ધારવા પ્રમાણે એના ઉપરથી જ યુરોપમાં રાજાના દેવી અધિકારને ખ્યાલ પેદા થવા પામ્યું હતું. સમ્રાટ ધર્મને રક્ષક હતે. તને એ જાણીને રમૂજ પડશે કે અંગ્રેજોના રાજાને હજી પણ ધર્માને રક્ષક કહેવામાં આવે છે.
જે “અમીરલ–એમિનીન” એટલે કે ઈમાનદારના યા મુસલમાનના અગ્રણીના બિરદથી ઓળખાતું હતું તે ખલીફા અને આ સમ્રાટની આપણે તુલના કરીએ. આરંભકાળમાં ખલીફા ખરેખર સમ્રાટ તેમજ પિપ બને પદવી તથા સત્તા એકી સાથે ધરાવતો હતે. પરંતુ પછીથી તે માત્ર નામને જ ખલીફ બની જાય છે એ આપણે આગળ ઉપર જઈશું.
અલબત, કાન્ટિનોપલના સમ્રાટ પશ્ચિમમાં આ નવા ઊભા થયેલા પવિત્ર રેમન સામ્રાજ્ય ને બિલકુલ મંજૂર રાખતા નહોતા. જે સમયે શાર્લમેનને રાજ્યાભિષેક થયો ત્યારે કોન્સ્ટાટિનોપલમાં ઈરીન નામની એક સ્ત્રી સમારી બની બેઠી હતી. એ તે જ અધમ સ્ત્રી કે જેણે સમ્રાજ્ઞી થવા ખાતર પિતાના પેટના દીકરાનું ખૂન કર્યું હતું. એને અમલમાં રાજ્યની સ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ હતી. કોન્સાન્ટિનોપલથી છૂટા પડીને શાલમેનને રાજ્યાભિષેક કરવાની પિપે હામ ભીડી તેનું એ પણ એક કારણ હતું. છે : શાર્લમેન હવે પશ્ચિમ તરફના ખ્રિસ્તી જગતને વડે, ઈશ્વરનો પૃથ્વી ઉપર પ્રતિનિધિ અને પવિત્ર રોમન સામ્રાજ્યને સમ્રાટ બન્ય. કાનને આ શબ્દો કેવા દમામદાર લાગે છે ! પરંતુ જનતાને ભરમાવીને અને મંત્રમુગ્ધ કરીને જ એવા શબ્દો પિતાને હેતુ સાધે છે. ધર્મ