Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ઉત્તર હિંદુસ્તાન-હર્ષથી મહમૂદ ગઝની સુધી ૨૧૯ તેમણે પિતાના ધર્મમાં પણ લીધા હતા. તે જમાનામાં આ બધાની સામે વાંધો હોય અથવા તે હિંદુધર્મ અને ઇસ્લામ વચ્ચે ઘર્ષણ હોય એમ જણાતું નથી. પાછળના સમયમાં એ બે ધર્મો વચ્ચે ઘર્ષણ અને લડાઈટંટા ઊભા થયા એટલા ખાતર આપણે આ વસ્તુની નોંધ લેવી ઘટે. છેક અગિયારમી સદીમાં જ્યારે હાથમાં સમશેર ધારણ કરીને ઇસ્લામ વિજેતાના લેબાશમાં હિંદમાં દાખલ થયે ત્યારે જ તેણે અહીં સામેથી ઝનૂની પ્રત્યાઘાત પેદા કર્યો. પરિણામે જૂની સહિષ્ણુતાને લોપ થયે અને તિરસ્કાર તથા ઘર્ષણે તેનું સ્થાન લીધું.
આગ લગાડતે અને કતલ કરતે હાથમાં સમશેર લઈને હિંદમાં આવનાર ગઝનીને મહમૂદ હતો. ગઝની આજે અફઘાનિસ્તાનને એક નાનકડે કસબ છે. દશમી સદીમાં ગઝનીની આસપાસના પ્રદેશમાં એક રાજ્ય ઊભું થયું. મધ્ય એશિયાનાં રાજ્ય બગદાદના ખલીફને નામનાં આધીન હતાં, પરંતુ હું આગળ ઉપર તને કહી ગયો તે પ્રમાણે હારૂનલ રશીદના મરણ પછી ખલીફે નબળા પડ્યા અને પછી એ સમય આવ્યો કે તેમનું સામ્રાજ્ય અનેક સ્વતંત્ર રાજ્યમાં વિભક્ત થઈ ગયું. જેની આપણે હમણાં વાત કરી રહ્યાં છીએ તે આ સમય હતો. ૯૭૫ની સાલના અરસામાં સબક્તગીન નામના એક તુર્ક ગુલામે ગઝની અને કંદહારની આસપાસ પિતાનું રાજ્ય ઊભું કર્યું. તેણે હિંદ ઉપર પણ ચડાઈ કરી હતી. તે સમયે જયપાલ નામને પુરુષ લાહેરને રાજા હતા. સાહસિક જયપાલ કાબુલની ખીણ સુધી સબક્તગીનની સામે ધસી ગયો પણ છેવટે હારી ગયે. .
સબક્તગીન પછી તેના પુત્ર મહમૂદ તેની ગાદીએ આવ્યો. તે ભારે સમર્થ સેનાપતિ અને ઘોડેસવાર સૈન્યને કુશળ નાયક હતો. વરસે વરસ તે હિંદ ઉપર હુમલે કરતે, લૂંટ ચલાવતે, કતલ કરતો અને પુષ્કળ દ્રવ્ય તથા સંખ્યાબંધ માણસોને કેદી તરીકે પિતાને દેશ લઈ જતો હતો. એકંદરે તેણે હિંદ ઉપર ૧૭ હુમલા કર્યા અને તેમાં ફક્ત એક કાશ્મીરની ચડાઈમાં જ તેને નિષ્ફળતા મળી હતી. એની બીજી બધી ચડાઈઓમાં તે સફળ થયે અને આખા ઉત્તર હિંદુસ્તાનમાં તે તે ભારે ત્રાસરૂપ થઈ ગયો. તે દક્ષિણમાં પાટલીપુત્ર, મથુરા અને સોમનાથ સુધી પહોંચ્યો હતે. કહેવાય છે કે થાણેશ્વરમાંથી તે બે લાખ કેદીઓ અને અખૂટ દેલત લઈ ગયું હતું. પરંતુ સૌથી વધારે દ્રવ્ય તે. તેને સોમનાથમાંથી મળ્યું હતું. કારણ કે તે બહુ મોટું દેવાલય હતું