Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
२९७
-
ઉત્તર હિંદુસ્તાન — હર્ષ થી મહમૂદ ગઝની સુધી રાજાના જેવા બની ગયા છે અને આજે પણ લોક આદર્શ રાજા તરીકે તેના ઉલ્લેખ કરે છે.
પરંતુ ક્યાંક ક્યાંક આવાં ઉજ્જ્વળ ચિહ્નો નજરે પડતાં હોવા છતાં ઉત્તર હિંદની અધોગત શરૂ થઈ ચૂકી હતી. ફરી પાછું દક્ષિણ હિંદુ આગળ આવતું હતું અને ઉત્તર હિંદને ઢાંકી દેતું હતું. મારા આગળના એક પત્રમાં (૪૪) એ સમયના દક્ષિણ હિંદુ વિષે, ચાલુકય અને ચાલ સામ્રાજ્યે વિષે તથા પલ્લવા અને રાષ્ટ્રકૂટો વિષે મે તને કંઈક કહ્યું હતું. જેણે પોતાના ટ્રંક વનમાં આખા દેશના વિદ્રાન અને અભણ લાકા ઉપર પોતાના પ્રભાવ પાડ્યો તથા હિંદમાંથી માધર્મનો અંત લાવવામાં જેણે લગભગ સફળતા મેળવી તે શંકરાચાર્ય વિષે પણ મેં તને કહ્યું છે. વિચિત્ર વાત તો એ કે જ્યારે શકરાચાય એ કાર્ય કરી રહ્યા હતા ત્યારે એક નવા જ ધર્મ હિંદના દરવાજા ખખડાવી રહ્યો હતા. અને ઉપરાછાપરી જીત મેળવીને તેણે હિંદમાં પ્રવેશ કર્યાં તથા અહીંની પ્રચલિત વ્યવસ્થાને તેણે પડકાર કર્યાં.
આરબ લોકે બહુ જદીથી, હર્ષના જીવનકાળ દરમ્યાન જ, હિંદની સરહદ ઉપર પહોંચી ગયા. થોડા વખત તેઓ ત્યાં થાળી ગયા અને પછી તેમણે સિંધનો કબજો લીધા. ૭૧૦ની સાલમાં મહંમદ બિન કાસીમ નામના એક ૧૭ વરસના જુવાન કરાએ આરબ સૈન્યની સરદારી લઈ ને પશ્ચિમ પંજાબમાં આવેલા મુલતાન સુધીની સિંધુ નદીની ખીણ જીતી લીધી. આરની હિંદની છતના સાથી વધારે વિસ્તાર આટલા જ હતો. તેમણે વધારે પ્રયત્ન કર્યો હોત તે સંભવ છે કે તે આગળ વધી શક્યા હોત. ઉત્તર હિંદુસ્તાન નબળુ પડી ગયું હતું એટલે આગળ વધવું મુશ્કેલ ન થાત. આ આરબ લોકા અને તેમની પાડેાશના રાજાએ વચ્ચે વારંવાર લડાઈ એ ચાલ્યા કરતી હતી છતાંયે મુલકા જીતવાના સગતિ પ્રયત્ન કરવામાં આવ્યા નહોતા. એથી કરીને રાજકીય દૃષ્ટિએ આરની સિંધની જીત બહુ મહત્ત્વની મીના નહેતી. હજી ઘણી સદીઓ પછી મુસલમાન હિંદને જીતવાના હતા. પરંતુ આરએના હિંદના લેાકા જોડેના સંપર્કથી સાંસ્કૃતિક દષ્ટિએ ભારે પરિણામો આવ્યાં.
આરબ લા કાને દક્ષિણના રાજાએ જોડે અને ખાસ કરીને રાષ્ટ્રકૂટ જોડે મિત્રતાભર્યો સબંધ હતો. હિંદના પશ્ચિમ કિનારા ઉપર ઘણા આરએ વસ્યા અને પોતપોતાની વસાહતોમાં તેમણે મસી પણ બાંધી.