Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૫૧ ઉત્તર હિંદુસ્તાન – હર્ષથી મહમૂદ ગઝની સુધી
- ૧ જૂન, ૧૯૭ર આરબ અથવા સેરેસના લોકોની વાત રહેવા દઈને હવે આપણે બીજા દેશ તરફ વળીએ. આરઓની સત્તા વધી અને તેમણે મુલાકે જીત્યા તથા તેઓ ચેતરફ ફેલાયા અને છેવટે તેમની પડતી થઈ એ સમય દરમ્યાન હિંદુસ્તાન, ચીન અને યુરોપના દેશમાં શું બની રહ્યું હતું ? એ વિષે આપણે કંઈક ઝાંખી તે આ પહેલાં કરી છે– દક્ષિણ ફ્રાંસમાં ટૂર્સના રણક્ષેત્ર ઉપર યુરોપની બીજી પ્રજાઓનાં સંયુક્ત લશ્કરની મદદથી ચાલ્સ માર્કેલે ૭૦ની સાલમાં આરબોને હરાવ્યા હતા, આબેએ મધ્ય એશિયા જીતી લીધા હતા અને હિંદુસ્તાનમાં તેઓ સિંધ સુધી પહોંચ્યા હતા. પ્રથમ આપણે હિંદ તરફ વળીએ.
કનોજન સમ્રાટ હર્ષવર્ધન ૬૪૮ની સાલમાં મરણ પામે. અને તેના મરણ પછી હિંદુસ્તાનની રાજકીય અગતિ વધારે ઉઘાડી પડી. આ અધોગતિ કેટલાક સમય પહેલાં શરૂ થઈ ગઈ હતી અને બૌદ્ધ ધર્મ તથા હિંદુ ધર્મના ઘર્ષણે એ ક્રિયાને વેગ આપ્યો હતે. હર્ષના અમલ દરમ્યાન બહારથી દબદબ અને ગૌરવ દેખાતાં હતાં ખરાં પરંતુ તે પણ અલ્પ સમય માટે જ. તેના પછી ઉત્તર હિંદમાં નાનાં નાનાં ઘણાં રાજ્ય ઊભાં થયાં. તેમાંના કેટલાંક કદી કદી ટૂંક સમય માટે ગૌરવ પ્રાપ્ત કરતાં અને કેટલાંક કદી કદી આપસમાં એકબીજા સામે લડતાં. એમ છતાં પણ હર્ષના સમય પછી ત્રણસો કરતાં વધારે વરસના આ ગાળામાં કળા અને સાહિત્ય ખીલતાં રહ્યાં તથા લેપયોગી સુંદર બાંધકામો થયાં એ નવાઈ પામવા જેવું છે. આ કાળ દરમ્યાન ભવભૂતિ અને રાજશેખર જેવા પ્રસિદ્ધ સંત સાહિત્યકારે થઈ ગયા. વળી એ જ સમય દરમ્યાન નાના નાના એવા કેટલાક રાજાઓ થઈ ગયા જેમનું રાજકીય દષ્ટિએ ઝાઝું મહત્ત્વ નથી પણ તેમના અમલ દરમ્યાન કળા અને સાહિત્ય ખીલવા પામ્યાં તેથી કરીને તેઓ પ્રખ્યાત થયા છે. એમાંને ભેજરાજા તે લેકની નજરમાં પુરાણના આદર્શ