Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૨૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન બગદાદ શહેર વિષે કણ અજાણ છે? વાસ્તવિક સામ્રાજ્યના કરતાં કલ્પનાનું સામ્રાજ્ય ઘણી વાર વધારે સાચું અને દીર્ઘજીવી હોય છે.
હારૂનલ રશીદના મરણ પછી તરત જ આરબ સામ્રાજ્ય ઉપર આફત ઊતરી. સર્વત્ર અવ્યવસ્થા વ્યાપી ગઈ તથા સામ્રાજ્યના બધા ભાગે છૂટા પડી ગયા અને પ્રાંતના સૂબાઓ વંશપરંપરાગત રાજાઓ થઈ બેઠા. ખલીફ વધારે ને વધારે નબળા પડતા ગયા અને પછી તે એવે વખત પણ આવ્યું કે જ્યારે ખલીફની સત્તા માત્ર બગદાદ શહેર અને તેની આસપાસનાં ચેડાં ગામે ઉપર જ રહી ગઈ. એક ખલીફને તે તેના પિતાના જ સૈનિકોએ મહેલની બહાર ખેંચી કાઢી મારી નાખે હતે. પછી થોડા વખત સુધી ત્યાં કેટલાક સમર્થ પુરુષ પેદા થયા. તેઓ બગદાદમાં રહીને પિતાની હકૂમત ચલાવતા અને ખલીફને તેમણે પિતાને આશ્રિત બનાવી મૂક્યો. . - હવે ઇસ્લામની એકતા એ દરના ભૂતકાળની વસ્તુ બની ગઈ હતી. મીસરથી માંડીને મધ્ય એશિયામાં આવેલા ખોરાસાન સુધી બધે અલગ અલગ રાજ્ય થઈ ગયાં હતાં. અને એથીયે દૂર પૂર્વના પ્રદેશમાંથી ગોપ જાતિઓ પશ્ચિમ તરફ આવતી હતી. મધ્ય એશિયાના પ્રાચીન તુર્ક લેકે મુસલમાન થયા હતા અને તેમણે આવીને બગદાદને. કબજે લીધે. એ લેકે સેજુક તુર્ક તરીકે ઓળખાય છે. તેમણે કન્ઝાન્ટિનેપલના સૈન્યને સખત હાર આપી અને યુરોપને આશ્ચર્યચકિત કરી મૂક્યું. કેમકે યુરોપના લેકે એમ ધારતા હતા કે આરબો અને મુસલમાનોનું જેર હવે ખતમ થયું છે અને દિવસે દિવસે તેઓ વધારે ને વધારે નબળા પડતા જાય છે. આરબ લેકે અતિશય કમજોર બની ગયા હતા એ વાત સાચી, પરંતુ તેમને બદલે હવે સેજુક તુકે ઇસ્લામને ઝંડે ફરકાવવા અને યુરોપને પડકાર આપવા આગળ આવ્યા હતા.
આપણે આગળ જોઈશું કે આ પડકાર ઝીલી લેવામાં આવ્યું અને મુસ્લિમ સામે લડવાને તથા પિતાનું પવિત્ર શહેર જેરૂસલેમ ફરી પાછું છતી લેવાને યુરોપની ખ્રિસ્તી પ્રજાઓએ “ઝેડ એટલે કે ધર્મયુદ્ધ આરંવ્યું. પેલેસ્ટાઈન, એશિયામાઈનર અને સીરિયાને કબજે મેળવવા માટે મુસલમાન અને ખ્રિસ્તીઓ સે વરસથી પણ વધારે વખત સુધી એકબીજાની સામે લડ્યા અને એ દેશોની લગભગ બધી ભૂમિ મનુષ્યના લેહીથી તરબોળ કરી. પરિણામે બંનેએ