Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
રકર જગતના ઇતિહાસનું રેખાદર્શન જમાનામાં પિતાનું સ્થાન લીધું હતું. ૭૮૬થી ૮૦૯ની સાલ સુધીના હારૂનલ રશીદના અમલ દરમ્યાન અબ્બાસી સામ્રાજ્ય બાહ્ય જાહેરજલાલીની પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. હારુનના દરબારમાં ચીનના સમ્રાટના અને પશ્ચિમ તરફથી સમ્રાટ શાર્લમેનના એલચીઓ આવતા. રાજ્યસંચાલનની કળા, વેપાર અને વિદ્યાના વિકાસમાં બગદાદ અને અબ્બાસી સામ્રાજ્યના મુલકે સ્પેન બાદ કરતાં તે સમયના યુરેપ કરતાં ઘણું આગળ વધેલા હતા.
અબ્બાસી યુગ આપણે માટે ખાસ કરીને મહત્ત્વનું છે કેમકે તેણે વિજ્ઞાન વિષે ન જ રસ પેદા કર્યો. એ તે તું જાણે છે કે આધુનિક દુનિયામાં વિજ્ઞાનનું ભારે મહત્ત્વ છે અને ઘણી બાબતમાં આપણે તેનાં ઋણી છીએ. વિજ્ઞાન કંઈ હાથપગ જોડીને અમુક વસ્તુ બનવા પામે એવી પ્રાર્થના કરતું બેસી નથી રહેતું. એ તે વસ્તુ કેમ અને શાથી બને છે એ શોધી કાઢવા મથે છે. વિજ્ઞાન પ્રયોગ કરે છે અને ફરી ફરીને પ્રયત્ન કરતું રહે છે. એમાં કેટલીક વખત તે સફળ થાય છે અને કેટલીક વખત નિષ્ફળ પણ નીવડે છે; અને એમ થઈ શેઠું કરતાં તે મનુષ્યને જ્ઞાનભંડાર વધારતું જાય છે. આજની આપણી દુનિયા પ્રાચીન કાળની કે મધ્યકાલીન દુનિયાથી તદ્દન નિરાળી છે. આ ભારે ફેરફાર મેટે ભાગે વિજ્ઞાનને જ આભારી છે; કેમકે આજની દુનિયાનું ઘડતર વિનાને કર્યું છે.
પ્રાચીન કાળમાં મીસર અથવા ચીન કે હિંદુસ્તાનમાં આપણને વૈજ્ઞાનિક પદ્ધતિ જોવા મળતી નથી. પ્રાચીન ગ્રીસમાં કંઈક અંશે તે આપણને જોવા મળે છે ખરી. રેમમાં તેને અભાવ હતું. પરંતુ આરબ લેકમાં ધળ કરવાની એ વૈજ્ઞાનિક ભાવના હતી. એથી કરીને આરબોને આધુનિક વિજ્ઞાનના જનક ગણી શકાય. ગણિત તેમજ આયુર્વેદ વગેરે કેટલાક વિષયો તેઓ હિંદુસ્તાન પાસેથી શીખ્યા હતા. હિંદના સંખ્યાબંધ વિદ્વાન અને ગણિતશાસ્ત્રીઓ બગદાદ જતા અને કેટલાયે આરબ વિદ્યાર્થીઓ ઉત્તર હિંદમાં તક્ષશિલાની વિદ્યાપીઠમાં આવતા હતા. એ સમયે પણ તે મહાન વિદ્યાપીઠ ગણાતી હતી અને વૈદકના શિક્ષણ માટે પ્રખ્યાત હતી. વૈદકમાં અને બીજા વિશેનાં સંત પુસ્તકને અરબી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. આરબ લેકે ઘણી વસ્તુ – દાખલા તરીકે કાગળ બનાવવાનું–ચીન પાસેથી પણ શીખ્યા હતા. પરંતુ બીજા લેક પાસેથી મેળવેલા જ્ઞાનને આધારે તેમણે તે તે