Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ઉત્તર હિંદુસ્તાન-હથી મહમૂદ ગઝની સુધી ૨૨ લેવાની એવી ભારે શક્તિ હતી કે વિજેતાઓ ઉપર પણ સાંસ્કૃતિક વિજ્ય મેળવવામાં તેને કેટલેક અંશે સફળતા મળી.
તારે એ લક્ષમાં રાખવું જોઈએ કે આ સંધર્ષ ભારતીય આર્ય સંસ્કૃતિ અને અતિશય સંસ્કારી આરબ વચ્ચે નહોતે. એ સંઘર્ષ તે સંસ્કારી છતાં જીર્ણ થઈ ગયેલા હિંદ અને જેમણે તાજેતરમાં જ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતે તેવી મધ્ય એશિયાની અર્ધ સંસ્કારી અને કેટલીક વાર તે ગોપ જાતિઓ વચ્ચે હતે. કમનસીબે આ કારણથી : હિંદુસ્તાને સભ્યતાના અભાવ અને મહમૂદની ચડાઈઓના કેર સાથે ઇસ્લામને જોડી દીધું અને પરિણામે તેમાંથી કડવારા પેદા થઈ