Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હારૂનલ રશીદ અને બગદાદ
૨૬૩ વિષયમાં આગળ સંશોધન કર્યું અને તેમાં મહત્ત્વની શેધ કરી. તેમણે પહેલવહેલું દૂરબીન બનાવ્યું અને હેકાયંત્ર પણ બનાવ્યું. ચિકિત્સાની બાબતમાં આરબ તબીબ અને શસ્ત્રવેદે યુરોપભરમાં પ્રખ્યાત હતા.
બગદાદ આ બધી બેંદ્ધિક પ્રવૃત્તિઓનું મોટું કેન્દ્ર હતું. પશ્ચિમમાં આરબ સ્પેનનું પાટનગર રહેવા બીજું એવું કેન્દ્ર હતું. આરબ દુનિયામાં આવાં બીજાં પણ વિદ્યાનાં ધામ હતાં અને ત્યાં આગળ સારી પેઠે બેંદ્ધિક પ્રવૃત્તિ ચાલતી હતી. કૅરે, બસરા અને કુફા એવાં વિદ્યાનાં મથકે હતાં. પરંતુ એ બધાં મશહૂર શહેરમાં બગદાદ સર્વોપરી હતું. એક આરબ ઇતિહાસકાર તેને વિષે લખતાં કહે છે, “તે ઇસ્લામની રાજધાની, ઈરાકની આંખ, સામ્રાજ્યનું કેન્દ્ર અને સિંદર્ય, કળા તથા સંસ્કૃતિનું ધામ છે.” બગદાદની વસતી ૨૦ લાખ કરતાં પણ વધારે હતી એટલે કે આજનાં કલકત્તા કે મુંબઈ કરતાં પણ તે મેટું હતું.
- તને એ જાણીને રમૂજ પડશે કે હાથે તથા પગે મોજાં પહેરવાને ચાલ બગદાદના ધનિકમાં પહેલવહેલે શરૂ થયો હતે એમ કહેવાય છે. તેને લેકે “મઝા' કહેતા અને એ જ શબ્દ હિંદુસ્તાની ભાષામાં પણ ઊતરી આવ્યા છે. એ જ રીતે ફ્રેંચ ભાષાને “શેનીઝ’ શબ્દ અરબી “કમીઝ' શબ્દ ઉપરથી આવ્યો છે. એનો અર્થ ખમીસ થાય છે. કમીઝ” અને “મઝા ” બંને આરબ લેક પાસેથી કન્ઝાન્ટિનોપલના લેકએ લીધાં અને ત્યાંથી યુરોપમાં તેમને પ્રચાર થયો.
આરઓ પહેલેથી જ મોટા પ્રવાસ ખેડનારા હતા. તેઓ હમેશાં દરિયાપારની લાંબી લાંબી સફર ખેડતા આવ્યા હતા અને એ રીતે આફ્રિકામાં, મલેશિયામાં તથા હિંદુસ્તાનના કાંઠા ઉપર, અને ચીનમાં પણ પિતાનાં સંસ્થાને તેમણે વસાવ્યાં હતાં. અબેરની નામનો તેમનો એક મશદર પ્રવાસી હિંદ આવ્યો હતો અને હ્યુએનત્સાંગની પેઠે તે તેના પ્રવાસનું વર્ણન પિતાની પાછળ મૂકી ગયો છે.
આરબો ઇતિહાસકાર પણ હતા અને તેમનાં જ પુસ્તકે અને ઇતિહાસમાંથી આપણે તેમને વિષે ઘણુંખરું જાણી શકીએ છીએ. વળી તેઓ કેટલી સુંદર વાર્તાઓ અને રોમાંચક કથાઓ લખી શકતા તે આપણે જાણીએ છીએ. લાખો લોકોએ અબ્બાસી ખલીફ કે તેમના સામ્રાજ્યનું નામ સરખું પણ સાંભળ્યું નહિ હોય પરંતુ “અલ્ફ લયલા વ લયલા” એટલે કે, “એક હજાર એક રાત્રિમાં જેનું ખ્યાન કરવામાં આવ્યું છે તે રહસ્યમય અને રોમાંચક પ્રેમકિસ્સાઓના