Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
२१०
જગતના ઇતિહાસનું રેખાદર્શન
લગભગ સ્વતંત્ર થઈ ગયા. મીસરે પણ એમ જ કર્યું... એટલું જ નહિ પણ તેણે તા પોતાના ખીજો ખલીફ પણ નીમ્યો. પણ મીસર નજીક હાવાને લીધે તેને વારંવાર ધાકધમકી આપવામાં આવતી તથા કેટલીક વાર તાબે થવાની ફરજ પાડવામાં આવતી. અને આમ વખતેાવખત ચાલ્યા કરતું. એ સિવાયના ઉત્તર આફ્રિકામાં કશી પણ દખલ કરવામાં આવી નહિ અને સ્પેન તા એટલું બધું દૂર હતું કે તેની સામે કશું પગલું લઈ શકાય એમ નહતું. આમ આપણે જોઈ એ છીએ કે અબ્બાસી લોક સત્તા પર આવ્યા ત્યારે આરબ સામ્રાજ્યમાં ભાગલા પડી ગયા હતા. ખલીફ્ હવે આખા મુસલમાન જગતના વડા રહ્યો નહો હવે તે અમીરૂલ મેામિનીન' એટલે કે, ઈમાનદારોના અગ્રણી રહ્યો નહોતો. મુસલમાનામાં હવે એકતા રહી નહાતી અને સ્પેનના આરા તથા અબ્બાસીએ પરસ્પર એકબીજાને એટલા તે ધિક્કારતા કે સામા પક્ષ ઉપર આફત આવી પડે તો તેથી તેઓ રાજી થતા.
k
આ બધું છતાં પણ અખ્ખાસી ખલીફા મહાન સમ્રાટ હતા અને તેમનું સામ્રાજ્ય પણ ખીજા' સામ્રાજ્યોની સરખામણીમાં મહાન હતું. પરંતુ પહાડોને પણ ડગાવનાર અને દાવાનળના વેગથી ફેલાનાર આર ંભનાં ઈમાન અને ધગશ હવે આમાં દેખાતાં નહેતાં, સાદાઈ કે પ્રજાતંત્રની ભાવના પણ હવે રહી નહતી. અને આરએએ પહેલાં જેને હરાબ્યા હતા તે ઈરાનના શહેનશાહ તથા કૉન્સ્ટાન્ટિનોપલના સમ્રાટ અને અમીરૂલ મેામિનીન યા મુસલમાનાના અગ્રણી ખલીફા વચ્ચે ઝાઝો તફાવત રહ્યો નહોતો. પેગંબર સાહેબના સમયના આરખામાં જે અજબ પ્રકારની જીવનશક્તિ અને તાકાત જોવામાં આવતી હતી તે રાજાના સૈન્યામાં જણાય છે તે તાકાતથી બિલકુલ નિરાળી હતી. તેમના સમયની દુનિયામાં તેઓ સાથી મોખરે હતા અને તેમના ખાળી ન શકાય એવા ધસારા આગળ રાજાઓ અને તેમનાં સૈન્યેા રગદોળાઈ ગયાં હતાં. જનતા આ રાજાઓથી ત્રાસી ગઈ હતી અને આનું આગમન તેમને મન સારા વિસાની અને સામાજિક ક્રાંતિની આગાહીરૂપ લાગતું હતું.
પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. રણમાં વસનારા આર હવે મહેલોમાં રહેતા હતા અને ખજૂરને બદલે ભાતભાતનાં પકવાન આરેાગતા હતા. પોતે હવે સુખચેનમાં હતા પછી પરિવર્તન અને સામાજિક ક્રાંતિની તકલીફમાં શાને પડવું? ભપકા અને ઠાઠમાઠની