Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૨૫૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન વિચાર આવે છે ત્યારે મને કેદખાનું કે પશુઘર ()નું સ્મરણ થાય છે! જેની અડધોઅડધ વસ્તી એક પ્રકારના કેદખાનામાં પુરાયેલી હોય તે પ્રજા કેવી રીતે આગળ વધી શકે ?
સદ્ભાગે હિંદુસ્તાન ઝપાટાબંધ પડદાને રૂખસદ આપી રહ્યું છે. આ ભયંકર બોજામાંથી મુસ્લિમ સમાજ પણ મોટે ભાગ મુક્ત થવા લાગે છે. તુર્કસ્તાનમાં કમાલ પાશાએ પડદાનો રિવાજ સદંતર બંધ કર્યો છે અને મીસરમાંથી પણ એ ચાલ ઝપાટાભેર ઓછો થતો જાય છે.
હવે એક વસ્તુ કહીને આ પત્ર પૂરે કરીશ. આરબ લેકે, ખાસ કરીને તેમની જાગૃતિના આરંભ કાળમાં પિતાના મજહબને વિષે ભારે ધગશવાળા હતા. એમ છતાં પણ તે લેક સહિષ્ણુ હતા. અને તેમની ધાર્મિક સહિષ્ણુતાનાં અસંખ્ય ઉદાહરણો મળી આવે છે. જેરુસલેમમાં ખલીફ ઉમરે એ મુદ્દા ઉપર ખાસ લક્ષ આપ્યું હતું. સ્પેનમાં ખ્રિસ્તી લેકેની મેટી વસ્તી હતી પરંતુ તેમને ધાર્મિક બાબતમાં પૂરેપૂરી સ્વતંત્રતા હતી. હિંદુસ્તાનમાં એ સમયે સિંધ સિવાય બીજે ક્યાંય આરબ લેકનું રાજ્ય નહોતું પરંતુ હિંદ સાથે તેમને સારી પેઠે સંપર્ક હતા અને આ દેશ સાથે તેમને સંબંધ મિત્રતાભર્યો હતો. યુરોપમાં ખ્રિસ્તીઓની અસહિષ્ણુતા અને મુસલમાન આરબોની સહિષ્ણુતા વચ્ચેનો તફાવત એ ખરેખર તે યુગની નોંધપાત્ર બીના છે.