Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૪૯
સ્પેનથી મંગેલિયા સુધીની આરની વિજયકૂચ
૨૩ મે, ૧૯૩૨ બીજા ધર્મપ્રવર્તકોની જેમ મહંમદ સાહેબ પણ ઘણીખરી પ્રચલિત સામાજિક રૂઢિઓના કટ્ટર વિરોધી હતા. તેમણે ઉપદેશેલા ધર્મની સાદાઈ અને સરળતાને લીધે તથા તેમાં રહેલી પ્રજાતંત્રની અને સમાનતાની ભાવનાની સુવાસને કારણે આસપાસના દેશોના લેકે ઉપર તેની ભારે અસર થઈ આપખુદ રાજાઓ અને તેટલા જ આપખુદ તથા જુલમી ધર્મગુરુઓ ઘણા લાંબા કાળથી તેમને પીસી રહ્યા હતા. જૂની વ્યવસ્થાથી તેઓ ત્રાસ્યા હતા અને કઈ પણ પરિવર્તનને ભેટવા તત્પર હતા. ઈસ્લામે તેમની સામે એવું પરિવર્તન રજૂ કર્યું. અને એ મનગમતું પરિવર્તન હતું કેમકે એને લીધે ઘણી રીતે તેમની હાલત સુધરી અને ઘણીખરી પુરાણી બદીઓને અંત આવ્યું. પરંતુ જેથી કરીને જનતાનું શેપણ ઘણે અંશે બંધ થાય એવી કઈ મહાન સામાજિક ક્રાંતિ ઇસ્લામે ન આણે. હા, પણ મુસલમાને પૂરતું એમ કહી શકાય ખરું કે ઇસ્લામે તેમનું શેષણ કંઈક અંશે ઓછું કર્યું અને પોતે એક જ મહાન બિરાદરીના અંગભૂત છે એવી ભાવના તેમનામાં પેદા કરી.
એથી કરીને આરબ લેકે ઉપરાછાપરી એક પછી એક વિજય મેળવતા આગળ વધવા લાગ્યા. ઘણી વાર તે લડાઈ વિના જ તેમને વિજય મળતો. પિગંબર સાહેબના મરણ પછી પચીસ વરસની અંદર આરબાએ એક બાજુ આખું ઈશન, સીરિયા, આર્મીનિયા અને મધ્ય એશિયાને થોડો ભાગ તથા પશ્ચિમે ઉત્તર આફ્રિકાને થોડો ભાગ અને મીસર વગેરે જીતી લીધાં. મીસર તે બહુ જ સહેલાઈથી તેમના હાથમાં આવ્યું. કેમકે તેને રોમન સામ્રાજ્યના શેષણ અને જુદા જુદા ખ્રિસ્તિ સંપ્રદાયની સ્પર્ધાને કારણે સૌથી વધારે વેઠવું પડયું હતું. આરબ લેકેએ એલેકઝાંડિયાનું જગમશહૂર પુસ્તકાલય બાળી મૂક્યું હતું એવી વાત ચાલે છે પરંતુ આજે તે એ હકીકત ખોટી હોવાનું મનાય છે. આરબ લેક પુસ્તકના એટલા બધા રસિયા હતા કે તેઓ