Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન મિસર પણ જીતી લીધું અને છેક કોન્સ્ટોન્ટિનેપલ સુધી તે પહોંચી ગયે. પરંતુ હેરેલિયસ નામના ગ્રીક સમ્રાટે ત્યાં આગળ તેને હરાવ્યું. પાછળથી ખુશને તેના જ પુત્ર કવાદે મારી નાખ્યો હતો.
- આ ઉપરથી તને માલુમ પડશે કે પશ્ચિમ તરફ યુરોપ અને પૂર્વ તરફ ઈરાન એ બંનેની દશા બૂરી હતી. આ ઉપરાંત ખ્રિસ્તી સંપ્રદાયમાં પાર વગરના ઝઘડા ચાલ્યા જ કરતા હતા. આફ્રિકા તેમ જ પશ્ચિમમાં પ્રચલિત ખ્રિસ્તી ધર્મ કલુષિત અને ટંટાર થઈ ગયું હતું. ઈરાનમાં જરથોસ્તી ધર્મ રાજધર્મ બન્યું હતું અને લેકે ઉપર તે બળજબરીથી લાદવામાં આવતું હતું. યુરેપ, આફ્રિકા અને ઈરાનને સામાન્ય માણસ તે તે સ્થળના પ્રચલિત ધર્મથી બેજાર થઈ ગયું હતું. સાતમી સદીના આરંભમાં લગભગ આ જ સમયે યુરોપમાં ભયંકર વેગ ફાટી નીકળે અને તેણે લાખો લોકોના જાન લીધા.
આ સમયે હિંદમાં હર્ષવર્ધન રાજ્ય કરતા હતા અને હ્યુએનસાંગે હિંદની મુલાકાત લીધી હતી. હર્ષના સમયમાં હિંદુસ્તાન બળવાન દેશ હતું પરંતુ પછીથી થોડા જ સમય બાદ ઉત્તર હિંદના ભાગલા પડી ગયા અને તે નબળું પડી ગયું. દર પૂર્વમાં એ સમયે મહાન તંગ વંશને અમલ શરૂ થયું હતું. ૬ર૭ની સાલમાં તાઈ સાંગ નામને એ વંશને એક મહાન સમ્રાટ ગાદી ઉપર આવ્યો અને એના અમલ દરમ્યાન ચીનનું સામ્રાજ્ય પશ્ચિમે છેક કાસ્પિયન સમુદ્ર સુધી વિસ્તર્યું હતું. મધ્ય એશિયાના ઘણાખરા દેશેએ તેનું આધિપત્ય સ્વીકાર્યું હતું અને તેઓ તેને ખંડણી ભરતા હતા. પરંતુ ઘણું કરીને આવડા મેટા સામ્રાજ્ય ઉપર શાસન કરનાર કોઈ મધ્યસ્થ રાજતંત્ર નહેતું.
ઇસ્લામના ઉદય વખતે યુરોપ અને એશિયાની આ હાલત હતી. ચીન બળવાન અને સમર્થ હતું પરંતુ તે બહુ દૂર હતું. કંઈ નહીં તે થોડા સમય સુધી હિંદ પણ પૂરતું બળવાન હતું અને આપણે જોઈશું કે ઘણા લાંબા વખત સુધી હિંદ સાથે ઈસ્લામને કશે ઝઘડો થયો નહે. યુરોપ અને આફ્રિકા કમજોર બની ગયાં હતાં અને છેક નિવર્ય થઈ ગયાં હતાં.
હિજરત પછી સાત વરસની અંદર મહંમદ સાહેબ સ્વામી તરીકે મક્કામાં પાછા આવ્યા. આ પહેલાં જ તેમણે દુનિયાના તમામ રાજાઓ અને સમ્રાટે ઉપર, ખુદા એક છે અને મહંમદ તેને પેગમ્બર છે એ વસ્તુ માન્ય રાખવાનું ફરમાન મેકલ્યું હતું. કોસ્ટાન્ટિનોપલને સમ્રાટ