Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૨૪૮
જગતના ઇતિહાસનુ રેખાદર્શન
યી બન્યા પરંતુ મોટા ભાગના આરા તે મક્કાના ૩૬૦ ભુતા અને કાખાના પૂજકેા જ રહ્યા.
જે જાતિ અન્યત્ર બનતા બનાવાથી અળગી રહી હતી અને જમાનાએથી સુષુપ્તિમય જીવન ગાળતી આવી હતી તે આરબ જાતિ એકાએક જાગ્રત થઈ ને આખી દુનિયાને થરકાંપ કરી મૂકે અને ચાલતી આવેલી વ્યવસ્થાને ઉથલાવી નાખે એવું ભારે સામર્થ્ય દાખવે એ અતિશય આશ્ચર્યકારક ઘટના છે. આરબ લેાકેાની કથા તેમજ તેઓ જે ઝડપથી એશિયા, યુરાપ અને આફ્રિકામાં ફરી વળ્યા તથા તેમણે ઉચ્ચ કાટીની જે સંસ્કૃતિ અને સુધારો ખીલવ્યાં એ હકીકત ઈતિહાસની અનેક અજાયબીઓમાંની એક છે.
,
જે નવી શક્તિ અને નવા ખ્યાલ કે વિચારે આરબ લોકાને જગાડવા તથા તેમનામાં આત્મવિશ્વાસ પેદા કરીને તેમને તાકાત આપી તે ઇસ્લામ હતા. એ ધમ મહંમદ નામના નવા પેગમ્બરે પ્રવર્તાવ્યે હતા. તે પ૭૦ની સાલમાં અરબસ્તાનમાં જન્મ્યા હતા. આ ધર્મ પ્રવર્તાવવાની તેમને કશી ઉતાવળ નહેતી. તે શાંતિમય જીવન ગુજારતા હતા અને મક્કાના લોકે તેમને ચહાતા હતા અને તેમના ઉપર વિશ્વાસ રાખતા હતા. સાચે જ સૈા તેમને ‘ અલ્-અમીન ' એટલે કે વિશ્વાસપાત્ર કહેતા. પરંતુ જ્યારે તેમણે નવા ધર્મના ઉપદેશ કરવા માંડ્યો અને ખાસ કરીને મક્કાના મુતાની વિરુદ્ધ પ્રચાર કરવા માંડયો ત્યારે એમની સામે ભારે વિરોધ જાગ્યા અને છેવટે તેમને મક્કામાંથી હાંકી કાઢવામાં આવ્યા. મહામુશ્કેલીથી પોતાના જાન બચાવીને તે મક્કામાંથી ચાલ્યા ગયા. ખુદા એક છે અને મહ ંમદ તેના પેગંબર છે એ વાત ઉપર જ તેમણે પોતાના ઉપદેશમાં ખાસ ભાર મૂક્યો હતા.
.
મક્કામાંથી પોતાના જ લોકાથી બહિષ્કૃત થયા પછી મહંમદ સાહેબે યશ્રીબના તેમના કેટલાક મિત્રા અને સહાયકેાના આશરા લીધે. મક્કામાંથી તેમની રવાનગીને અરખી ભાષામાં હિજરત કહેવામાં આવે છે અને એ દિવસથી એટલે કે ૬૨૨ની સાલથી મુસલમાનોને સન અથવા સંવત શરૂ થાય છે. એ હિજરી સંવત ચાંદ્ર સવત છે એટલે કે ચંદ્રની ગતિ ઉપરથી એની ગણતરી થાય છે. એથી કરીને એ વરસ એટલે કે ચાંદ્ર હિજરી વરસ આજકાલ સામાન્ય રીતે જે પ્રચારમાં છે તે સૈાર વરસ કરતાં પાંચ છ દિવસ ટૂંકું છે. એથી કરીને જિરી સંવતના મહિનાએ હંમેશાં એક જ ઋતુમાં નથી આવ તા.