Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૪૮
ઇસ્લામના ઉદય
૨૧ મે, ૧૯૩૨
આપણે ધણા દેશાના ઇતિહાસ અને ઘણાં રાજ્યો અને સામ્રાજ્યની ચડતીપડતી જોઈ ગયાં. પરંતુ હજી સુધી અરબસ્તાન આપણી વાતમાં નથી આવ્યું. હા, એને વિષે આપણે એટલું જાણ્યું છે ખરુ કે અરબસ્તાનમાંથી નાવિકા અને વેપારીએ પૃથ્વીના દૂર દૂર ભાગમાં જતા હતા. જરા નકશા તરફ નજર કર. અરબસ્તાનની પશ્ચિમે મીસર છે, ઉત્તરે સીરિયા અને ઇરાક છે અને એની સહેજ પૂર્વ બાજુએ ઈરાન છે, જરા દૂર વાયવ્ય ખૂણામાં એશિયામાઈનર અને કૉન્સ્ટાન્ટિનેપલ છે. ગ્રીસ પણ ત્યાંથી બહુ દૂર નથી અને બીજી બાજુએ નજીક જ સમુદ્રની પેલી પાર હિંદુસ્તાન છે. ચીન અને દૂર પૂર્વના મુલકાને છેડી દઈએ તો અરબસ્તાન પ્રાચીન સંસ્કૃતિની વચ્ચોવચ આવેલું હતું. ઇરાકમાં યુક્રેટીસ અને ટાઈગ્રીસ નદીના પ્રદેશમાં મોટાં મેટાં શહેશ ઊભાં થયાં. એ જ રીતે મીસરમાં ઍલેકઝાંડિયા, સીરિયામાં માસ્કસ, અને એશિયામાં એન્ટિએક જેવાં મેટાં મેટાં નગ અસ્તિત્વમાં આવ્યાં. આરબ લેાક વેપારી અને પ્રવાસી હતા એટલે તેઓ અવારનવાર આ બધાં શહેરોમાં જતાઆવતા હશે. આમ છતાં પણ અરબસ્તાને ઇતિહાસમાં હજી કા મહત્ત્વના ભાગ ભજવ્યો નહાતા. વળી ત્યાં આગળ તેની આસપાસના દેશોની સંસ્કૃતિ જેટલી ઊંચી કક્ષાની સંસ્કૃતિ વિકસી હાય એમ પણ જણાતું નથી. હજી અરબરતાને કદી પણ ખીજા દેશો જીતવાની કેાશિશ કરી નહોતી તેમજ તે કાષ્ઠનાથી છતાયું પણ નહોતું.
અરબસ્તાન રણને મુલક છે. અને રણ તથા પહાડામાં હમેશાં ખડતલ લેકે પાકે છે. તેમને પોતાની સ્વતંત્રતા અતિશય વહાલી વ્હાય છે અને સહેલાઈથી તેમને હરાવી શકાતા નથી. અરબસ્તાન બહુ સમૃદ્ કે રસાળ દેશ નહાતા અને વિજેતા અને સામ્રાજ્યવાદીઓને આકર્ષે એવું ત્યાં કશું નહેતું. તેમાં માત્ર મક્કા અને ચેશ્રીબ એ એ જ નાનકડાં