Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૨૪૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન વર્ણને હતાં તથા ફિલસૂફીની ભિન્નભિન્ન શાખાઓની ચર્ચાઓ હતી. પરંતુ તે સમયના ભાવિક, શ્રદ્ધાળુ અને અસહિષ્ણુ ખ્રિસ્તીઓ માટે એ ગ્રંથે ઉચિત સાહિત્ય મનાતું નહોતું. આથી એ સાહિત્યના અભ્યાસને ઉત્તેજન આપવામાં આવતું નહોતું અને તેથી વિદ્યા અને કળાનાં કેટલાંક સ્વરૂપને હાનિ પહોંચી.
પરંતુ ખ્રિસ્તી ધર્મે વિદ્યા અને કળાને જાળવી રાખવામાં પણ કંઈક ફાળો આપે છે. શ્રાદ્ધ સંઘની પેઠે ખ્રિસ્તી મઠે પણ ઊભા થવા માંડ્યા અને ઝડપથી તેને બધે ફેલા થશે. આ મઠેમાં કદી કદી પ્રાચીન વિદ્યાને આશ્રય મળતું હતું અને સદીઓ પછી જે પિતાના સંપૂર્ણ સાંદર્યથી પ્રલ્લિત અને પલ્લવિત થઈ તે નવી કળાનાં બીજ પણ એ જ મોમાં રોપાયાં હતાં. કેઈક ઉપાયે આ મઠના સાધુઓએ જ વિદ્યા અને કળાની ત ઝાંખી ઝાંખી પણ બળતી રાખી. એ જોત બુઝાતી અટકાવીને તેમણે ભારે સેવા બજાવી છે. પરંતુ વિદ્યાને એ પ્રકાશ બહુ અલ્પ ક્ષેત્રમાં જ પરિમિત હતે. એની બહાર સર્વત્ર અંધકાર વ્યાપી રહ્યો હતો.
ખ્રિસ્તી ધર્મના આ આરંભકાળમાં બીજી પણ એક વિચિત્ર પ્રવૃત્તિ આપણા જોવામાં આવે છે. ધાર્મિક લાગણીના આવેશમાં આવી જઈને ઘણાં લોકે મનુષ્યવસતીથી દૂર એકાંતમાં જંગલે કે રણમાં જઈને વસતા અને ત્યાં હોગીઓના જેવું જીવન ગાળતા. તેઓ અતિશય કષ્ટ વેઠતા, કદી પણ નહોતા નહિ અને સામાન્ય રીતે બને એટલી પીડા સહન કરવાનો પ્રયત્ન કરતા. ખાસ કરીને મીસરમાં આ પ્રથા ખૂબ પ્રચારમાં હતી. ત્યાં આગળ રણમાં આવા ઘણા સાધુઓ રહેતા. તેમને કંઈક એવો ખ્યાલ હોય એમ જણાય છે કે જેટલી વધારે પીડા વેઠે અને જેટલું ઓછું નહાયધુએ એટલા પ્રમાણમાં તેઓ વધારે પાક થતા હતા. એવો એક સાધુ તે વરસ સુધી એક થાંભલાની ટોચે બેઠે રહ્યો હતે ! આવા સાધુઓ તે ધીમે ધીમે લુપ્ત થઈ ગયા પરંતુ લાંબા સમય સુધી ઘણા ભાવિક ખ્રિસ્તીઓ એમ જ માનતા કે કઈ પણ વસ્તુનો ઉપભોગ કરે એ લગભગ પાપ કરવા સમાન છે. કષ્ટ ભોગવવાના આ ખ્યાલે ખ્રિસ્તી માનસ ઉપર અસર કરી હતી. આજકાલ યુરોપમાં તો આ વસ્તુ જરાયે દેખાતી નથી ! ત્યાં આગળ આજે તે બધા ગાંડાતૂર બની ગમે ત્યાં ભટકીને જ્યાં ત્યાંથી મજા ઉડાવવામાં મશગૂલ દેખાય છે. પરંતુ અહીંતહીં ભટકવાથી