Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
રેમ ફરીથી અસકારમાં ડૂબે છે
પરથી ૫૬૫ની સાલ સુધી કૅન્સ્ટાન્ટિનેપલમાં સ્ટીનિયન સમ્રાટ રહ્યો. હું ઉપર કહી ગયા કે તેણે ગાથ લાક્રાને ઇટાલીમાંથી હાંકી કાઢયા અને થોડા વખત માટે ટાલી અને સિસિલી પૂર્વના સામ્રાજ્યના ભાગ તરીકે રહ્યાં. પરંતુ થાડા વખત પછી ગૌથ લોકાએ ઇટાલી પાછું મેળવ્યું.
૨૪૩
જીનિયને કૉન્સ્ટાન્ટિનેપલમાં સેન્ટ સાયાનું એક સુંદર દેવળ બંધાવ્યું. તે આજે પણ ખાઈ ઝેન્ટાઈનનાં દેવળામાં સાથી સુંદર ગણાય છે. વળી તેણે કાબેલ વકીલો પાસે તે વખતના બધા મેાબૂદ કાયદા એકઠા કરાવ્યા અને તેનું વ્યવસ્થિત રીતે વર્ગીકરણ કરાવ્યું. પૂના સામ્રાજ્ય અને તેના સમ્રાટ વિષે કંઈ પણ જાણ્યું તે પહેલાં ધણા વખત ઉપર આ કાયદાના પુસ્તક પરથી તેનું નામ મેં જાણ્યુ હતું. કેમકે એ પુસ્તકનું નામ ઇન્સ્ટીટયૂટ્સ ઑફ સ્ટીનિયન' (જસ્ટીનિયનની ધારાપોથી) છે અને મારે તે વાંચવું પડયું હતું. વળી જોકે જસ્ટીનિયને કૅન્સ્ટાન્ટિલમાં વિદ્યાપીઠ સ્થાપી ખરી પરંતુ તેણે અથેન્સની ફિલસૂરીના અભ્યાસની સંસ્થા બંધ કરાવી. તત્ત્વજ્ઞાનની એ શિક્ષણસ ંસ્થા પ્લેટઍ સ્થાપી હતી અને લગભગ એક હજાર વરસ સુધી તે ચાલુ રહી હતી. કાઈ પણ મૂઢાગ્રહી ધર્મ માટે ફિલસૂફી એ જોખમકારક વસ્તુ છે; કેમકે ફિલસૂફી લેકેાને વિચાર કરવા પ્રેરે છે.
આમ આપણે ઈસુની છઠ્ઠી સદીમાં આવી પહેાંચીએ છીએ. આપણને રામ અને કૉન્સ્ટાન્ટિનાપલ ધીમે ધીમે એકબીજાથી દૂર જતાં જ્હાય છે; ઉત્તર તરફની જન જાતિએ રામને કબજો લીધા અને કૉન્સ્ટાન્ટિતાપલ પોતાને રોમન કહેવડાવતુ હતુ છતાંયે પૂર્વના ગ્રીક સામ્રાજ્યનુ કેન્દ્ર બન્યુ. રામ છિન્નભિન્ન થઈ ગયું અને પોતાની જાહોજલાલીના સમયમાં જેમને તે ‘ખર' તરીકે ઓળખતું એવા તેના વિજેતાઓની સંસ્કૃતિની નીચી પાયરીએ ઊતરી ગયું. કૉન્સ્પાન્ટનેપલે અમુક રીતે જૂની પ્રણાલી જાળવી રાખી પરંતુ તે પણ સંસ્કૃતિની નીચી કક્ષાએ ઊતરી ગયું. ખ્રિસ્તી સંપ્રદાયા સરસાઈ માટે એકખીજાની સામે લડતા હતા અને છેક ચીન, તુર્કસ્તાન અને એબિસીનિયા સુધી ફેલાયેલા પૂર્વ તરફના ખ્રિસ્તી ધર્મ રામ તેમ જ કૉન્સ્ટાન્તિનેપલ ખનેથી છૂટા પડી ગયા. હવે યુરોપમાં અંધકાર યુગ શરૂ થયા. આ સમય સુધી ગ્રીક ભાષા અથવા ગ્રીકમાંથી પ્રેરણા મેળવેલી જૂની લૅટિન ભાષાના અભ્યાસ એ શિક્ષણ ગણાતું. પરંતુ ગ્રીક ભાષાના પ્રાચીન ગ્રંથામાં તા દેવદેવીઓનાં