Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
રામ ફરીથી અધકારમાં ડૂબે છે
૨૪૧
વધારે વેગ મળ્યા તથા એને લીધે જ રામ તરફથી તેમને ઝાઝો સામને વેઠવા ન પડ્યો. રામન ખેડૂત પોતાની કંગાલિયત અને દુર્દશાથી ત્રાસી ગયા હતા અને તે ગમે તેવા ફેરફારને આવકારવા તત્પર હતા. ગરીબ મજૂર વર્ગ અને ગુલામેાની દશા તે એથીયે ભૂંડી હતી.
પશ્ચિમના રામન સામ્રાજ્યના પતન પછી ગૌથ, ફ્રેંક વગેરે પશ્ચિમ તરફની નવી જાતિએ આગળ આવવા લાગી. આગળ આવનાર જાતિઓ પૈકી આ સિવાય બીજી જાતિએ પણ હતી પણ તેમનાં નામ ગણાવીને હું તને ત્રાસ આપવા માગતા નથી. એ . લો ફ્રેંચ અને જર્મન વગેરે પશ્ચિમ યુરેપની આજની પ્રજાએાના પૂર્વજો હતા. હવે પછી ધીમે ધીમે યુરોપના આજના દેશ નિર્માણ થતા આપણા જોવામાં આવે છે. સાથે સાથે ત્યાં આગળ બહુ જ નીચી કક્ષાની સંસ્કૃતિ પણ આપણા જોવામાં આવે છે. સામ્રાજ્યના પાટનગર રામનું પતન થતાંની સાથે તેના ભપકાના તથા વૈભવવિલાસના પણ અંત આવ્યે; અને જે ઉપર ઉપરની સંસ્કૃતિ શ્ચમમાં જેમ તેમ કરીને ટકી રહી હતી તે એક જ દિવસમાં અલેપ થઈ ગઈ, કેમકે નીચેથી તેનાં મૂળિયાં ક્યારનાંયે ખવાઈ ગયાં હતાં. આ રીતે આપણે મનુષ્યજાતિની પીછેહઠનું વિચિત્ર દૃશ્ય આપણી નજર સમક્ષ જોઈએ છીએ. આ જ શા આપણને હિંદુસ્તાન, મીસર, ચીન, ગ્રીસ, રામ અને ખીજે ઠેકાણે પણ જોવા મળે છે. પ્રજાએ ભારે જ્ઞાન અને અનુભવ એકડા કરે છે અને સંસ્કૃતિ તથા સુધારો નિર્માણ કરે છે. પછી અમુક હદ સુધી આગળ જઈ તે તે અટકી પડે છે - માત્ર ત્યાં અટકી જ નથી રહેતી પણ પાછળ હડે છે. ભૂતકાળ ઉપર જાણે પડદો પડી જાય છે અને બેંકે કદી કદી આપણને તેની ઝાંખી થતી રહે છે ખરી પરંતુ જ્ઞાન અને અનુભવના પહાડા ફરી પાછા નવેસરથી ચડવાના રહે છે. સંભવ છે કે પ્રત્યેક ચડાણ વખતે માણસ વધારે ને વધારે ઊંચે ચડતા જતા હશે અને તેથી કરીને આગળનું ચડાણ વધારે સહેલું બનતું હશે. જેમ અવરેસ્ટના શિખર ઉપર ચડવાને એક પછી બીજી ટાળી આવતી જાય છે અને તે દરેક શિખરની વધુ ને વધુ નજીક પહેાંચે છે અને સ ંભવ છે કે દુનિયાના સૌથી ઊંચા શિખરની ટોચે પહોંચવામાં થાડા વખતમાં માનવીને સફળતા મળશે.
-
આ રીતે યુરોપમાં અંધકાર વ્યાપેલા આપણને માલૂમ પડે છે. ત્યાં ‘અંધકાર યુગ’ શરૂ થાય છે અને માણસનું જીવન અસંસ્કારી અને
લ-૧૬