Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
રેમ ફરીથી અંધકારમાં ડૂબે છે એમને કબજે લીધે. એ પછી વેન્ડાલ લેકા આવ્યા અને તેમણે પણ રોમ શહેરને બાળ્યું અને લૂંટવું. વેવાલ લેકે પણ જર્મન જાતિના હતા. તેઓ ફ્રાંસ તથા પેનમાં થઈને આફ્રિકા પહોંચ્યા હતા અને ત્યાં કાર્બેજના ખંડિયેરે ઉપર તેમણે પિતાનું રાજ્ય સ્થાપ્યું. એ પ્રાચીન કાર્બેજથી સમુદ્ર ઓળંગીને તેમણે રોમ સર કર્યું. યુનિક વિગ્રહમાં પિતાના ઉપર વિજય મેળવનાર રેમ ઉપર કાર્ગેજે મોડું એવું પણ જાણે વેર લીધું એમ આ ચડાઈ ઉપરથી લાગે છે.
લગભગ આ જ અરસામાં મધ્ય એશિયા અથવા તે મંગેલિયામાંથી ઊતરી આવેલા દ્રણ લેકે બળવાન બન્યા. એ લોકો ગોપ પ્રજા હતી. તેઓ ડાન્યુબ નદીની પૂર્વના અને પૂર્વના રોમન સામ્રાજ્યના પશ્ચિમ અને ઉત્તરના પ્રદેશમાં વસ્યા હતા. તેમના સરદાર ઍટીલાની આગેવાની નીચે એ લેકે વધારે આક્રમણકારી બન્યા અને કોન્સ્ટાન્ટિનોપલને સમ્રાટ અને તેની સરકાર તેમનાથી નિરંતર કરતાં રહેતાં. ઍટીલા તેમને હમેશ દમ ભરાવ્યા કરતો અને તેમની પાસેથી મોટી રકમ પડાવ. પૂર્વના સામ્રાજ્યને સારી પેઠે શરમિંદુ કર્યા પછી તેણે પશ્ચિમના રોમન સામ્રાજ્ય ઉપર હુમલે કરવાનો નિશ્ચય કર્યો. ગેલ પ્રદેશ ઉપર તેણે ચડાઈ કરી અને દક્ષિણ કોસનાં ઘણાં શહેરોને તેણે નાશ કર્યો. સામ્રાજ્યની ફેજનું તે ઍટીલાને સામનો કરવાનું ગજું જ નહોતું. પરંતુ જેમને તેઓ બર્બર ગણતા હતા તે જર્મન જાતિઓ પણ તેનાથી ડરી ગઈ હતી. એથી કરીને ફ્રેક અને ગૂથ વગેરે જર્મન જાતિઓ પણ સામ્રાજ્યની ફોજ સાથે મળી ગઈ. અને તે બંનેએ મળીને ટ્રાઈસ આગળના યુદ્ધમાં ઍટીલાની સરદારી નીચેના દ્રણ લેકને સામનો કર્યો. એ યુદ્ધમાં એટીલા હાર્યો અને મંગોલિયાના દણ લેકેને પાછા હઠાવવામાં આવ્યા. એ સંગ્રામમાં દોઢ લાખ જેટલા માણસો મરાયા હતા એમ કહેવાય છે. ૪૫૧ ની સાલમાં આ બીના બની. પરંતુ હારી જવા છતાયે ઍટીલામાં લડાયક જુસ્સો ઊભરાતું હતું. તે ઇટાલીમાં ઊતરી પડ્યો અને ઉત્તર તરફનાં ઘણું ગામે તથા શહેરે તેણે લૂટયાં અને ભસ્મીભૂત કર્યા. પરંતુ એ પછી થોડા જ વખતમાં તે મરી ગયે અને ક્રૂરતા અને ઘાતકીપણાની અમર નામના પિતાની પાછળ મૂકતે ગયે. ઍટીલા આજે પણ કરતા અને વિનાશના પતિ સ્વરૂપ સમ ગણાય છે. તેના મરણ પછી દૂણ લેકે શાંત પડ્યા અને તેમણે સ્થાયી વસવાટ કર્યો તથા આસપાસના લેકમાં તેઓ ભળી