Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૨૪૦
જગતના ઇતિહાસનુ· રેખાદર્શન
ગયા. તને યાદ હશે કે લગભગ આ જ અરસામાં શ્વેત ા હિંદમાં
આવ્યા હતા.
એ પછી ચાળીસ વરસ બાદ ગૌથ લીકાના સરદાર થિયોડોરીક રામના રાજા થયા અને એ રીતે પશ્ચિમના સામ્રાજ્યના લગભગ અંત અવ્યો. થોડા વખત પછી પૂર્વ તરફના સામ્રાજ્યના જસ્ટીનિયન નામના સમ્રાટે ઇટાલીને પેાતાના સામ્રાજ્યમાં ભેળવી દેવાના પ્રયાસ કર્યાં. એમાં તેને સફળતા મળી. તેણે ઇટાલી અને સિસિલી અને જીતી લીધાં પરંતુ થેાડા જ વખતમાં તે પાછાં છૂટાં પડી ગયાં. કેમકે પૂના સામ્રાજ્યને પોતાની જ રક્ષા કરવાની ચિંતા રીક કીક પ્રમાણમાં ઊભી થઈ હતી.
સામ્રાજ્ય તેમ જ તેનું પાટનગર રામ બહારની જે કાઈ પણ જાતિએ તેમના ઉપર હલ્લા કર્યાં તેનાથી આટલાં જલદી અને આટલી સહેલાઈથી પરાસ્ત થઈ ગયાં એ ભારે તાજૂતીની વાત નથી? એ ઉપરથી કાઈ ને પણ એમ લાગે કે રામ અંદરથી ખવાઈ ને પોલું થઈ ગયું હશે, અથવા તે તે છિન્નભિન્ન થઈ ગયું હશે. એકદરે એ વાત સાચી છે. ઘણા લાંબા સમયથી `રેમની પ્રતિષ્ઠા એ જ તેની તાકાત હતી. તેના ભૂતકાળના ઇતિહાસે લેકને મને દુનિયાના અગ્રણી તરીકે માનવાને પ્રેર્યાં હતા. એથી કરીને તે તેના તરફ માનની નજરે જોતા હતા તથા તેમના મનમાં તેને વિષે આંધળા ભય પેસી ગયા હતા. એને લીધે રામની નગરી બહારથી તેા સામ્રાજ્યની સામ્રાજ્ઞી તરીકે ચાલુ રહી પરંતુ વસ્તુતઃ તેની પાછળ કશું જ બળ રહ્યું નહતું. બહારથી તે ત્યાં શાંતિ જણાતી હતી અને રંગભૂમિ, સરકસો તથા બજારોમાં લોકાની ભારે ઠ જામતી હતી, પરંતુ રામ અનિવાર્ય રીતે વિનાશ તરફ ધસડાઈ રહ્યું હતું. તે નબળું પડયું હતું એ જ એક તેના વિનાશનું કારણ નહોતું. એનુ ખરું કારણ તો એ હતું કે તેણે જનતાનાં દુ:ખો અને ગુલામીના પાયા ઉપર પોતાની ધનિક વર્ગની સંસ્કૃતિ રચી હતી. મારા એક પત્રમાં મેં ગરીબ લકાનાં રમખાણાની તેમ જ ગુલામેાના બળવાની અને તે કેવી ઘાતકી રીતે દબાવી દેવામાં આવ્યા હતા તેની વાત કરી હતી. રામની સમાજરચના કેટલી બધી સડી ગઈ હતી એ વસ્તુ આપણને આ રમખાણા તથા બળવાના બનાવા ઉપરથી માલૂમ પડે
થઈ રહી હતી અને
છે. એ સમાજરચના આપ મેળે જ છિન્નભિન્ન ઉત્તર તરફ ગૌથ તેમજ ખીજી જાતિઓના આગમનથી એ ક્રિયાને