Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 01
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૨૩.
જગતના ઇતિહાસનું રેખાદર્શન
તેમના ઉપર વધારે લક્ષ આપવામાં આવતું નથી. પરંતુ એ દેશાને ઇતિહાસ લાંખા અને સમૃદ્ધ છે. તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ, વેપારરાજગાર, કળા અને ખાસ કરીને સ્થાપત્યની બાબતમાં તે સમૃદ્ધ છે. એથી કરીને તેમને તિહાસ અધ્યયન કરવા યોગ્ય છે. વળી હિંદીઓ માટે તે તેમના ઇતિહાસ વિશેષે કરીને રસપ્રદ છે. કેમકે એ દેશ હિંદના જ લગભગ એક ભાગ સમાન હતા. હિંદુનાં જ સ્ત્રીપુરુષો પૂર્વ ના સાગર ઓળંગીને ત્યાં ગયાં હતાં અને પોતાની સાથે હિંદની સંસ્કૃતિ, સુધારા, કળા અને ધર્મ ત્યાં લેતાં ગયાં હતાં.
આમ મલેશિયાની વાતમાં આપણે આગળ નીકળી ગયાં પરંતુ ખરી રીતે તો હજી આપણે સાતમી સદીમાં જ છીએ. આપણે હજી અરબસ્તાન જવાનું છે અને જેને કારણે યુરોપ તથા એશિયામાં ભારે ફેરફારો થવા પામ્યા તે સ્લામ ધર્મના આગમન વિષે વિચાર કરવાને છે. એ ઉપરાંત યુરોપમાં બનેલા બનાવાનો પણ આપણે પરિચય કરવાના છે.
હવે આપણે જરા પાછળ હીએ અને યુરોપ તરફ ફરીથી નજર કરીએ. એસક્સની સામુદ્રધૂનીના કાંઠા ઉપર પ્રાચીન ઈ ઝેન્ટિયમ નગરને સ્થળે રોમન સમ્રાટ કૉન્સ્ટેન્ટાઈને કૉન્સ્ટાન્ટિનેપલ નામનું શહેર વસાવ્યું હતું તે તને યાદ હશે. તે સમ્રાટે સામ્રાજ્યની રાજધાની જૂના રેશમથી આ શહેરમાં અથવા નવા રામમાં ખસેડી. એ પછી થોડા વખત બાદ રોમન સામ્રાજ્ય બે ભાગમાં વહેચાઈ ગયું. રેશમ પશ્ચિમ તરફના સામ્રાજ્યની અને કૉન્સ્ટાન્ટિનોપલ પૂર્વ તરફના સામ્રાજ્યની રાજધાની બન્યું. પૂના સામ્રાજ્યને ધણી મુસીબત અને ઘણા દુશ્મનોનો સામનો કરવા પડ્યો. પરંતુ અજાયબીની વાત તો એ છે કે, આમ છતાં પણ છેવટે તુર્ક લોકાએ તેનો અંત આણ્યા ત્યાં સુધી એટલે કે લગભગ અગિયાર સદી સુધી તે ગમે તેમ કરીને પણ ટકી રહ્યું.
પશ્ચિમના સામ્રાજ્યનું ભાવી એનાથી જુદું હતું. ઘણા લાંબા વખત સુધી પશ્ચિમની દુનિયા ઉપર પોતાનું પ્રભુત્વ જમાવનાર સામ્રાજ્યના પાટનગર રામની તેમજ રોમન લોકાની ભારે પ્રતિષ્ઠા હાવા છતાં પશ્ચિમનું સામ્રાજ્ય આશ્ચર્યકારક ઝડપથી ભાગી પડયું. ઉત્તર તરફની એક જાતિના હુમલાના તે સામનો કરી શકયુ નહિ. ગૉથ લોકાના સરદાર ઍલેરિકે ઇટાલી ઉપર ચડાઈ કરી અને ૪૧૦ ની સાલમાં